• Gujarati News
  • National
  • શિકેર ગામે નવનિર્મિત વિદ્યાસંકુલનું લોકાર્પણ કરાયું

શિકેર ગામે નવનિર્મિત વિદ્યાસંકુલનું લોકાર્પણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડ તાલુકાના શિકેર ગામે આવેલ સુરત જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળામાં બાળકો ને શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ મળે એવા ઉમદા આશયથી ખુશાલભાઈ પટેલ સાતેમ ફાઉન્ડેશન નવસારી સિતાંજલિ ફાઉન્ડેશન યુએસએ દ્વારા શિકેરની આશ્રમ શાળામાં બાળકોને સુવિધા જનક સવિતાબેન નાનુ પટેલ શિકેર વિદ્યાસંકુલનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. જેના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિકેર ગામે યોજાયેલ વિદ્યાસંકુલના ઉદઘાટન મુખ્ય દાતા હર્ષદભાઈ કે પટેલ અને નયનાબહેન પટેલ અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યુ હતું. ભીખુભાઈ વ્યાસ સામાજીક કાર્યકર્તા ડો.તૃષારભાઈ ચૌધરી, માજી રાજયમંત્રી ભારત સરકાર તાપી જિલ્લાના પંચાયતના પ્રમુખ ગજરાબહેન ચૌધરી સુરત જિલ્લા ગ્રામ વિકાસમંડળના પ્રમુખ સહદેવભાઈ બી. ચૌધરી ટ્રસ્ટના વિનયભાઈ ચૌધરી ટ્રસ્ટીઓ, દાતાઓનુ તથા આજુબાજના ગામના લોકો બાળકો શિક્ષકગણ સહિતના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિકેરગામે યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સહદેવભાઈ ચૌધરીએ મંડળની પ્રવૃત્તિ અને પ્રગતિની રૂપરેખા આપી હતી. આપણી સંસ્થાને બાળકોના માટે વિશાળ વિદ્યાસંકુલનુ નિર્માણ કરતા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્ય દાતા હર્ષદભાઈ કે પટેલે જણાવ્યું કે સમાજ પ્રત્યે આપણા જેવા તમામ નાગરિકોની ફરજ બને છે. કે આપણે સમાજનુ રૂણ ચુકવવુ જોઇએ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વ્યાપક બને તેવા પ્રયત્નો કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...