તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વઘઇનાકા પાસેથી ~ 3 લાખથી વધુના સાગી લાકડા પકડાયા

વઘઇનાકા પાસેથી ~ 3 લાખથી વધુના સાગી લાકડા પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઘઈવન વિભાગે આયશર ટેમ્પોમાં લઈ જવાતા ગેરકાયદે સાગી લાકડા સાથે ત્રણ જણાંને ઝડપી પાડ્યા હતા. વનવિભાગે 7,21,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વઘઈ રેંજ ફોરેસ્ટ ઓફિર ગામીત, ફોરેસ્ટર દિલીપ ચૌધરી તથા સ્ટાફના માણસોએ વઘઈ રાજેન્દ્રપુર નાકા પાસે રાત્રે ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ લાગતા ટેમ્પોને રોકી ચેકિંગ કરતા તેમાં લઈ જવાતા ગેરકાયદે સાગી પાટલી મળી હતી. ટેમ્પોના ચાલક પંકજ જશવંત ગામીતની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અમારી આગળ કાર પાયલોટિંગ કરી રહી હતી. જેથી વનવિભાગે કારના ચાલકને પકડી પૂછપરછ કરતા તે પાયલોટિંગ કરતો હોવાનું જણાવતા કાર કબજે લીધી હતી.ટેમ્પોમાં લઈ જવાતી સાગી પાટલી નંગ 20 3.304 ઘનમીટર જેની બજાર કિંમત 3,46,920 તથા ટેમ્પો નં.જીજે-15-યુ-8347 જેની કિંમત1,50,000 તથા કાર નં.જીજે-26-એ-5671 મળી રૂ. 7,21,920નો મુદ્દામાલ કબજે લીધો હતો. ટેમ્પો ચાલક પંકજ ગામીત (રહે.નિશાળ ફળિયું, તા.વ્યારા) સુનિલ કોકણી તથા પાયલોટીંગ કારના ચાલક શિવાજી ચૌધરી (રહે.ધામોદલા, તા.વાલોડ)ને પકડી લીધા હતા.

વન વિભાગે ઝડપી પાડેલો લાકડા ભરેલો ટેમ્પો.

~ 7,21,920નો મુદ્દામાલ કબજે, ત્રણ પકડાયા

અન્ય સમાચારો પણ છે...