વાલોડથી 57 હજારના વિદેશી દારૂની સાથે એકની ધરપકડ

Valod - latest valod news 035720

DivyaBhaskar News Network

Nov 11, 2018, 03:57 AM IST
વાલોડ પોલીસને મળેલ બાતમીને આધારે માંદલ ફળિયામાંથી 60350નો દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો.

વાલોડ પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક તાપીની સુચનાઓના આધારે તાપી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાના હેતુથી પેટ્રોલિંગમાં હતા ત્યારે અ.હે.કો. ધર્મેશભાઈ રમેશભાઈ ગામીતનાઓને મળેલ બાતમીના આધારે એએસઆઇ મોહનભાઇ જેઠાભાઇ, આ.હે.કો.રાજુભાઈ ગુલશનભાઈ આ.હે.કો. રમેશભાઈ સુકદેવભાઈ, આ.પો.કો. નરેશભાઈ નટુભાઈ તથા આ.પો.કો. કમલેશભાઈ કૃષ્ણભાઈનાઓએ વાલોડના માંદલ ફળિયામાં ધર્મેશભાઈ સુક્કરભાઈ ઢોડિયાના મકાનમાં મળેલ બાતમીના આધારે તપાસ કરતા રસોડામાં અલગ અલગ પ્લાસ્ટિકના મીણીયા કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બિન પાસ પરમીટ વગરનો જથ્થો મળી આવેલ હતો. જેમાં બાટલી અને ટીન મળી કુલ 442 જેની કિંમત રૂ.57350/- તથા એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત રૂ.3000/- મળી ફૂલો 60350/- નો દારૂ તથા મુદ્દામાલ વાલોડ પોલીસે કબ્જે કર્યો હતો, આરોપી ધર્મેશભાઈ સુક્કરભાઈ ઢોડિયાની વાલોડ પોલીસે અટક કરી છે. તથા સહ આરોપી નયનભાઈ ઉર્ફે સિમરો ચૌધરી રહે કણજોડને પ્રોહીબીશનનો જથ્થો પૂરો પાડી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનના આ.હે.કો. ધર્મેશભાઈ રમેશભાઈનાઓએ કરી છે. આ અંગેની તપાસ વાલોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.ડી.ખાંટ કરી રહ્યા છે.

X
Valod - latest valod news 035720
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી