તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડ |વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે પેલાડ બુહારી વિરપોર જુથ

વાલોડ |વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે પેલાડ બુહારી વિરપોર જુથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ |વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે પેલાડ બુહારી વિરપોર જુથ સેવા સહ. મં. લિ.માં એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતસભાસદ ઉપસ્થિત રહ્યાં હતા. અને તેમાં ખાતરનો ઉપયોગ અને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલોડ તાલુકાના ધીરાણ કરતી અગ્રીમ સેવા સરકારી મંડળી પેલાડબુહારી ગામની મંડળીમાં દ. ગુજરાતની સંઘ પ્રથ મંડળીમાં નર્મદા બાયોકેમ લિ. દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેલાડબુહારી સેવા સહકારી મડળીના પ્રમુખ પ્રેમાભાઈ પટેલ, નર્મદા બાયોકેમના દ. ગુજરાતના માર્કેટિંગ મેનેજર જયેશભાઈ કંથારીયા, અમદાવાદના પંકજભાઈ શાહ, ઉપપ્રમુખ ચંપક ભંડારી સહિત સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં

વાલોડના પેલાડ બુહારી ગામે ખેડૂત માર્ગદર્શક શિબિર યોજાઈ

અન્ય સમાચારો પણ છે...