તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહુવા અને વાલોડ તાલુકામાં 1773 લાખના ખર્ચે 12 ચેકડેમ બનાવાશે

મહુવા અને વાલોડ તાલુકામાં 1773 લાખના ખર્ચે 12 ચેકડેમ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાની રજૂઆત આધારે સરકાર દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 1773.66 લાખ રૂ.ના કુલ 12 ચેકડેમોની ફાળવણી કરી મંજૂરીની મ્હોર લગાવતા બંને તાલુકાની જનતામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાંથી પુર્ણા, અંબિકા, ઓલણ, કાવેરી જેવી નદીઓ ઉપરાંત ખાડી અને મોટા કોતરો પસાર થાય છે. જ્યારે વાલોડ તાલુકામાંથી પુર્ણા ઉપરાંત વાલ્મિકી અને મીંઢોળા નદી પસાર થાય છે. બધી નદી,કોતરો અને ખાડીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસાની ઋતુમાં ફેરફાર થવાથી વરસાદની અનિશ્ચિતતા રહે છે. જેને પરિણામે આટલા બધા જળસ્તોત્ર હોવા છતાં બંને તાલુકામાં પાણીની તંગી વર્ષ દરમ્યાન રહે છે. ચોમાસાની ઋતુમાં નદીમાં પુષ્કળ પાણી વહી જાય છે. અને જ્યારે બાકીના મહિનાઓમાં પાણીની ખાસ જરૂરિયાત હોય છે. ત્યારે સિંચાઈનું તથા અન્ય જીવન જરૂરિયાત માટે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. જેથી બંને તાલુકાનાં ખેડૂતો દ્વારા નદી, ખાડી, કોતરો પર ચેકડેમ બનાવવા માટે મહુવા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાને રજૂઆત કરતાં ધારાસભ્યે ત્વરિત ચેકડેમ બનાવવા માટે મંત્રી સૌરભભાઈ પટેલને કરતાં તેમણે પત્ર લખી રાજ્યકક્ષાના મંત્રીને રજૂઆત કરતાં બંને તાલુકા માટે 1773.66 લાખ રૂ.ના માતબર ખર્ચે 12 ચેકડેમોની ફાળવણી કરી મંજૂરી આપતા તાલુકાની જાણતા આનંદિત થઈ ગઈ હતી.

વાલોડ તાલુકામાં સ્થળોએ ચેકડેમ બનશે

વાલોડતાલુકાનાં કણજોડ ગામે પુર્ણા નદી પર 266.14 લાખ, અધ્યાપોર ગામે પુર્ણા નદી પર 171.57 લાખ અને પેલાડ બુહારી ગામે પુર્ણા નદી પર 129.52 લાખના ખર્ચે ચેકડેમ બનશે.

મહુવા તાલુકાનાં ઓંડચ ગામે પુર્ણા નદી પર 121.98લાખ, સેવાસણ ગામે પુર્ણા નદી પર 180.39 લાખ, શંકર તલાવડી ગામે પુર્ણા નદી પર 186.07 લાખ, હળદવા ગામે અંબિકા નદી પર 174.61 લાખ, ઉમરા ગામે અંબિકા નદી પર 364.40 લાખ, આંગલધારા ગામે કાવેરી નદી પર 70.08 લાખ, કોષ ગામે કોષ ખાડી પર 35.07 લાખ, નરડા ગામે સ્થાનિક કોતર પર 35.07 લાખ અને કાછલ ગામે સ્થાનિક કોતર પર 38.79 લાખના માતબાર ખર્ચે ચેકડેમ બનનાર છે.

મહુવા તાલુકામાં અા સ્થળોએ ચેકડેમ બનશે

પુર્ણા, અંબિકા, ઓલણ અને કાવેરી નદી પર ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે

ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ચેકડેમ મંજૂર કરાયા

અન્ય સમાચારો પણ છે...