તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા | વાલોડનગર ખાતે રહેતા ઈસમ દ્વારા વીજકંપનીમાં પોતાના પૂર્વજોનું

વ્યારા | વાલોડનગર ખાતે રહેતા ઈસમ દ્વારા વીજકંપનીમાં પોતાના પૂર્વજોનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વાલોડનગર ખાતે રહેતા ઈસમ દ્વારા વીજકંપનીમાં પોતાના પૂર્વજોનું નામે આવેલું વીજમીટર પોતાના નામે કરવા માટે વાલોડ જીઈબીમાં વારંવાર રજુવાતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા જીઈબી ધરમધક્કા ખવડાવતા લોકો હેરાન થઈ રહ્યાં છે. સંબંધિત તંત્ર તાકીદે યોગ્ય પગલાં ભારે એવી માંગ ઉઠી હતી. વાલોડ નગર ખાતે રહેતા મહમંદહનીફ ગુલામહુસેન ખલિફા જેઓના પિતાના નામે વીજમીટર હોય પોતાના નામે કરવા માટે વાલોડ જીઈબીમાં પૂરતા પુરાવા સાથે સાત માસ અગાઉ અરજી કરી હતી. છતાં વાલોડના અધિકારી દ્વારા યેનકેન પ્રકારે ધરમધક્કા ખવડાવી રહ્યાં છે. ગ્રાહકને હાલાકી પડી રહી છે. એક તરફ વીજકંપની દ્વારા ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમ અને સારી સેવા આપવાની વાતો કરે જ્યારે બીજી તરફ ગ્રાહકોના કામોમાં મોડુ કરવાની નીતિના પગલે ભારે ચર્ચા ઉઠી રહી છે.

વાલોડમાં વીજ મીટર નામે કરવા માટે ગ્રાહકોને ધરમધક્કા

અન્ય સમાચારો પણ છે...