• Gujarati News
  • National
  • અંબાચના ખેતીવાડીની લાઈનનો ફોલ્ટ નહીં પકડાતાં DGVCL સામે ખેડૂતોનો ભારે રોષ

અંબાચના ખેતીવાડીની લાઈનનો ફોલ્ટ નહીં પકડાતાં DGVCL સામે ખેડૂતોનો ભારે રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાચનાખેતીવાડીની લાઈનનો ફોલ્ટ નહીં પકડાતાં DGVCL સામે ખેડૂતોનો ભારે રોષ ફેલાયો છે. હવે તો વીજપુરવઠો મળતાં અઢાર દિવસથી એગ્રીકલ્ચરની લાઈન બંધ રહેતા ખેડૂતોએ લાઇન તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યાં છે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે ઘણા સમયથી દ. ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને ખેતીવાડી લાઈનના અનિયમિત વીજપુરવઠાથી લોકો હેરાન છે. ફોલ્ટ શોધી શકતાં ખેડૂતોમાં આક્રોશ છવાયો છે. દરરોજની ફરિયાદ કરતા ગામ આગેવાનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં લાઈન ચાલુ થઈ જવાના પોકળ આશ્વાસન સિવાય કોઈ કામગીરી થઈ નથી, જેથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. અંબાચ ગામની ખેતીવાડીની લાઈન બાબતે લોકદરબારમાં પણ પ્રશ્ન લેવાયો હતો. છતાં પણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. ખેડૂતોની રજુઆત પણ નિષ્ફળ સાબિત થઇ છે. અંબાચની ખેતીવાડીની લાઈનના છેલ્લા અઢાર દિવસથી ચાલતી નથી. ગામના લોકોએ રજૂઆત પણ કરી છે. પણ નિકાલ હજુ સુધી નહીં આવતાં કંપનીના અધિકારીઓ ફોલ્ટ પકડવામાં વામણા પુરવાર થયા છે. જેને લીધે ધરતીપુત્રોના ડાંગરના પાકને પાણીની તાતી જરૂરિયાત હોય, પણ વીજપુરવઠો મળતાં અઢાર દિવસથી એગ્રીકલ્ચરની લાઈન બંધ રહેતા ખેડૂતોએ લાઇન તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ છે.

રૂપવાડા ફીડરથી ખેતીવાડીની લાઈન અંબાચ-વેડછીમાં પાણીની જરૂરિયાત

અન્ય સમાચારો પણ છે...