બુહારીમાં ઇદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ
વાલોડતાલુકાના બૂહારી ગામે આજરોજ ઇદની ઉજવણી શાંતિ પુર્ણ સપન્ન થઈ હતી. સવારે મુસ્લિમ સમુદાયના લોકોએ સામુહિક રીતે નમાઝની અદાયગી કરી હતી.
નમાઝના અંતે ઇદની નમાઝનો પ્રવચન પુર્ણ થયા બાદ મસ્જિદમાં એકબીજાને મળી ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ બુહારીમા વરસોની પ્રણાલીકા મુજબ મસ્જિદમાથી નમાઝ અદા કરી નીકળતા મુસ્લિમ ભાઇઓને ઈદનાં પર્વ માટે સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી માટે શુભકામનાઓ પાઠવી હતી. શુભેચ્છા કાર્યક્રમમા બુહારી ગામના આગેવાન સત્યજીત દેસાઈ, ઉપસરપંચ સુરજ દેસાઈ, કર્ણ દેસાઈ જેવા અનેક આગેવાનો શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે દેશમાં નાના બનાવોમા કોમી છમકલાઓ થતાં હોય છે અને લોકો હિંદુ મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ફેલાવી રહયા છે ત્યારે બુહારીના હિંદુ મુસ્લિમ સમાજે કોમી એકતાની એક મીશાલ ઉભી કરી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.
આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી