પેલાડ બુહારી વિરપોર સહકારી મંડળીની વાર્ષિક સભા યોજાઇ
તાપીજિલ્લાના વાલોડ તાલુકાની અગ્રિમ ધિરાણ કરતી સહકારીક્ષેત્રે આગવી ઓળખ ધરાવનાર પેલાડ બુહારી વિરપોરજુથ સેવા સહકાર લિ.મંડળીની ૫૮મી સાધારણસભા મંડળીના પ્રમુખ પ્રેમાભાઈ આર.પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામા આવી હતી, અને તેમા ઉપપ્રમુખ ચંપકભાઈ. આર.ભંડારી તથા ડિરેકટર દિપકભાઈ પટેલ,ઈશ્વરભાઈ પટેલ, નટવરભાઈ પટેલ મંડળીના સભાસદ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા. વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમા વર્ષ દરમિયાન સભાસદો તથા આંતકવાદ દ્વારા શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાજલિ માટે મૌન પાડવામા આવ્યુ હતુ. સને ૩૧.૩.૨૦૧૭ના વાષિક હીસાબ અહેવાલ વાંચનમા લેવામા આવ્યા હતા, અને મંડળીના મંત્રી જીજ્ઞેશ પટેલેએ સભાસદ સમક્ષ રજુ કર્યા હતા. પેલાડબુહારી સેવા મંડળીના પ્રમુખ પ્રેમાભાઈ પટેલ મંડળીની સધ્ધરતા મંડળીની ધિરાણની પ્રવૃતિઅને પ્રગતીની રૂપરેખા આપી હતી અને વિકાસ ભવિષ્યમા કેવી રીતે થઈ શકે તેની પણ ચર્ચા કરી હતી. અને મંડળીની ખાતર ખરીદ વેચાણની પ્રવૃતિને આગળ વધારતા આગામી દિવસોમા ખાતરનો ડેપોની બે શાખાનુ વિસ્તરણ કરતા નવી શાખા ખોલવાનુ પણ કામ હાથ પર લેવાયુ હતુ. જેને સર્વાનુમતે જનરલ સભાએ બહાલી આપી હતી. પેલાડબુહારી સેવા સહકારી મંડળી દ્વારા કે.સી .સી.પાક ધિરાણ વર્ષ દરમ્યાન ૪૭ સભાસદનેરૂ. ૧,૦૫,૦૭,૨૦૬ અને નાના ખેડુતને ૧૭૮ મળી કુલ ૯૩,૫૩,૯૧૧ આપણા સભાસદ પણ નિયમીત ધિરાણ વસુલાત કરતા આવેલ છે. પેલાડ બુહારી સેવા મંડળી કેસીસી ધિરાણ, પુલિંગ, સિંચાઈ ઉદવહન યોજના સહિત ૩૧.૩.૨૦૧૭ કુલ ચોખ્ખો નફો રૂ. ૨,૨૪,૪૫૦.૪૦ થયો છે. પેલાડ બુહારી સેવા સહકારી મંડળીને સુડીકોબેંક દ્વારા પાંચ લાખ રૂપિયા મકાનસહાયફંડ ફાળવાયા હતા.
ખાતર વેચાણ માટે નવો ડેપો ખોલવા માટે જનરલ સભાની બહાલી અપાઇ