તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પેલાડબુહારી ગણેશ મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેલાડબુહારી ગણેશ મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેલાડબુહારી ગામમાં દર વર્ષની જેમ વર્ષે પણ ગણેશ મહોત્સવ નિમિત્તે ભણતા બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળી રહે એવા ઉમદા આશાયથી બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. પેલાડબુહારી ગણેશ મંડળ દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પેલાડબુહારી ગામે ગણેશોત્સવ નિમિત્તે ભણતા બાળકોને માટે વક્તૃત્વ સ્પર્ધાનું યોજન ભંડારી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રેમાભાઈ આર. પટેલના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ભંડારી પ્રગતિ મંડળના માજી પ્રમુખ નારણભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, તરૂણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સ્વાગત પ્રવચન નયન પટેલે કર્યુ હતું. પ્રેમાભાઈ પટેલે જણાવ્યું કે આવતાં શૌક્ષણિક કાર્યક્રમથી બાળકોનો વિકાસ થાય છે. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિ બહાર આવે છે. બાળકોએ વ્યસનમૂક્ત રહેવું જોઈએ. તો સમાજનું નવી પેઢીનું નિર્માણ કરી શકશે. સ્પર્ધમાં 30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. પ્રથમ ઈનામ મેળવનાર બાળકને રોડક ઈનામ અપાયું હતું. વિજેતા વિદ્યાર્થીઓમાં આર્ચી પટેલ, ખુશી ચૌધરી, ધ્યાન પટેલ, મુગ્ધ પટેલ, ધ્રુવી પટેલ, હીર પટેલ, નેહોશી પટેલ, ગ્રેસી પટેલ, જેસીકા પટેલ, સિદ્ધી પટેલ, હેનીલ પટેલ, હેલી પટેલ, સોહન પટેલ. કાર્યક્રમ સુપેરે પાર પાડવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમાજ વ્યસન મુક્ત બનવો જોઈએ: પ્રેમાભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો