તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાલોડમાં ગણેશ વિસર્જનને લઇ 40 ગામોની બેઠક મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડમાં ગણેશ વિસર્જનને લઇ 40 ગામોની બેઠક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડતાલુકામાં સમાવિષ્ટ 40 ગામોના ગણેશ મંડળના આયોજકો અને પોલીસ અધિકારીઓની એક બેઠક વાલોડ ગણેશ મંદિર ખાતે રાખવામાં આવી હતી. જેમાં ગણેશ મંડળના આયોજકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વાલોડ તાલુકાના આગામી ગુરુવારના દિવસે ગણેશ વિસર્જનનું પૂર્ણાહૂતિના નિમિત્તે વાલોડ તથા આજુબાજુના ગામના સરંપચો અગ્રણી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વાલોડના ગણેશ મંદિર ખાતે શાંતિસમિતીની એક બેઠકનું આયોજન આયોજન કરવામાં મામલદાર પટેલ અને વાલોડ પોસઈ કે. ડી. ગોહિલ સર્કલ ઈન્સ્પેક્ટર સી. યુ પરેવા, વાલોડના સરપંચ અગ્રણી શૈલેશ પટેલ, ધવલ શાહ, મુસ્લિમ બિરાદર અબ્દુલ હૈયા હનીફ પઠાણ સહિત ગણેશ મંડળના આયોજક બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વાલોડ કે. ડી. ગોહિલ પીએસઆઈએ જણાવ્યું કે ગણેશ વિસર્જન નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવું આયોજન કરવાનું છે. સૂર્યદર્શન પહેલા વિસર્જન થાય તેવા પ્રયાશ કરીશું. પ્રજાનો સહકારની જરૂર છે. વાલોડ તાલુકાના 62 જેટલા ગણેશમંડળના આયોજકો હાજર રહ્યા હતાં.

વાલોડમાં યોજાયેલ શાંતિ સમિતીની બેઠક

તહેવારો દરમિયાન શાંતિ જળવાઇ રહે તેવું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો