તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • થૂટી મુકામે તાલુકા કક્ષાના યુવક મહોત્સવની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થૂટી મુકામે તાલુકા કક્ષાના યુવક મહોત્સવની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના ઉચ્છલ તાલુકાનાં ઉન્નતિ વિદ્યાલય થૂટી મુકામે તાલુકાકક્ષાના યુવક મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકશાળાએ ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકને ઈનામ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉચ્છલ તાલુકાકક્ષાના યુવક મહોત્સવનું આયોજન ઉન્નતિ વિદ્યાલય ખાતે તાલુકા પંચાયત પ્રમુખ સુનિલભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સુરતના કેશુભાઈ ધામેલિયા, ઉચ્છલના કન્વીનર દીપકભાઈ કેપ્ટન, આચાર્ય નાથુભાઈ ચૌધરી, પ્રવીણભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવક મહોત્સવની શરૂઆત દીપપ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. યુવક મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધા, એકાંકી, લોકનૃત્ય, લોકગીત, સંગીત, ચિત્રકળા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી. મહોત્સવમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો