તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વધાવા ગામેથી પોલીસે 2.24 લાખનો દેશીદારૂનો જથ્થો પકડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધાવા ગામેથી પોલીસે 2.24 લાખનો દેશીદારૂનો જથ્થો પકડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલીપોલીસે દેશી દારૂના અડ્ડાઑ પર છાપો મારવાનું શરૂ કર્યું છે. વરેલી ગામે કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગી છે. નવનિયુક્ત પોલીસ ઈન્સ્પેકટર વી.એ.દેસાઇની સૂચનાથી બારડોલી તાલુકાનાં વધાવા ગામે રેડ કરી દેશી દારૂ બનાવવા માટે વપરાતા અખાદ્ય ગોળ, નવસાર અને મહુડાના ફૂલ સહિતનો રૂ. 2.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મામલામાં બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.

પલસાણા તાલુકામાં વરેલીનો કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ સમગ્ર સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. વર્ષોથી પોલીસની નજર હેઠળ ધમધમતા દારૂના અડ્ડાઓને પોલીસે નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. બારડોલી પોલીસે પણ તાલુકામાં દારૂનું ઝેર ફેલાય તે માટે તકેદારીના ભાગ રૂપે ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવનાર અને સામાનનું વેચાણ કરનાર બુટલેગરો પર ભીંસ વધારી છે. રવિવારના રોજ બારડોલીના નવનિયુક્ત પીઆઇ વી.એ. દેસાઇની સૂચના મુજબ પો.સ.ઇ. ડી.આર. વસાવા, એએસઆઇ કાંતિ સુરતી, પોકો દિપક મગર સહિતના સ્ટાફ પ્રોહિબિશનની કામગીરી માટે નીકળ્યા હતા. તે સમયે ખાનગી રહે બાતમી મળી હતી કે વાલોડ તાલુકાનાં બાજીપૂરા ગામનો ગંગારામ માંગીલાલ ગુર્જરે બારડોલી તાલુકાનાં વધાવા ગામે કિરણ નગીન ચૌધરીની બાજુની ઓરડીમાં દેશી દારૂ બનાવવા માટેનો અખાદ્ય ગોળ, મહુડાના ફૂલ અને નવસાર સંતાડેલ છે. જે આધારે છાપો મારતા બંધ ઓરડીમાંથી 295 અખાદ્ય ગોળના ડબ્બામાં કુલ 7375 કિગ્રા ગોળની કિમત રૂ 2,21,250, મહુડાના ફૂલ 25 કિગ્રા કિમત રૂ 1250, નવસાર 1010 કિગ્રા કિમત રૂ 20,200 કબ્જે કર્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ગંગારામ માંગીલાલ ગુર્જર અને કિરણ નગીન ચૌધરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધાવા ગામ દેશી દારૂ મોટા પ્રમાણમાં બનાવવામાં આવતુ હોવાનુ જાણવા મળેલ છે. ચર્ચા મુજબ પોલીસને પણ રેડ કરવી ગામમાં મુસ્કેલ હોવાનું કહેવાય છે.

લઠ્ઠાકાંડની હારમાળા વચ્ચે બુટલેગરો બેફામ

બારડોલી પોલીસની અડ્ડાઓ પર લાલ આંખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો