તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા 26 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા 26 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે પોલીસ તંત્રમાં બદલી બાબતે અવાર નવાર ચર્ચાઓ ઉઠતી હતી. જેના પગલે આજરોજ તાપી જિલ્લા પોલીસ વડાએ એકાએક જિલ્લા એલસીબી, એસઓજી, સહિત અન્ય પોલીસ મથકોમાં 26 જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલીનો ગંજીપો ચીપિ દેતા જેના પગલે પોલીસ બેડામાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાય ગયો હતો.

તાપી જિલ્લા ખાતે પોલીસ તંત્રમાં બદલી બાબતે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ઉઠી રહેતા જે ચર્ચાઓનો આજે અંત આવી જતાં જેમાં તાપી જિલ્લા એલસીબી, તાપી જિલ્લા એસઓજી સહિત વિવિધ પોલીસ કચેરીઓ ખાતે 26 પોલીસ કર્મીઓની બદલી કરાય હતી. જેમાં એલસીબીના પો.કો વિજયભાઇ જગદીશભાઇ ખાપરની વ્યારા પોલીસ મથકે બદલી થઈ હતી. પો.કો ગણપતસિંહ રૂપસિંહ બારીયા એમની પણ વ્યારા પોલીસ મથકે બદલી થઈ હતી. પો.કો અમિતભાઈ ચૌધરી તેમની પણ વ્યારા પોલીસ મથકે બદલી થઈ હતી. જ્યારે નવી એલસીબી ટીમમાં પી એસ આઈ ચેમાભાઇ ગામીતની એલસીબીમાં બદલી થઈ હતી. વાલોડ પોલીસ મથકના દિનેશભાઇ કોકણિની તાપી એલસીબીમાં બદલી થઈ હતી. હે.કો ભીખુભાઈ ખડેલની એલસીબીમાં બદલી થઈ હતી. પોકો વિજયભાઇ ચૌહાણની એલસીઓબીમાં બદલીથઈ હતી. પોકો ગણપતભાઇ ગામીતની વાલોડ પોલીસ મથકેથી એલસીબીમાં બદલી થઈ હતી.આ સિવાય નવી એસઓજી સહિત અન્ય પોલીસ મથકોમાં બદલીઓ થતાં પોલીસ કર્મીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસ બેડામાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો