તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડ આનંદ આશ્રમમાં ગુરૂપૂર્ણમાની ઉજવણી

વાલોડ આનંદ આશ્રમમાં ગુરૂપૂર્ણમાની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ આનંદ આશ્રમના પ.પૂ.સંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર યોગીજીમહારાજની ગુરૂપુનમની ઉજવણી ધામધુમથી કરાઈ હતી. રવિવારના રોજ પાદુકા પૂજન સદગુરુભગવાનની મહાઆરતી ચોપડા તાલુકા નારાયણ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમામાં દ.ગુજરાતના ભાવિક ભકતો સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને ધામધુમથી ઉજવણી કરી હતી. પ્રસંગે જ્ઞાનસરિતાનુ રસપાન કરાવ્યું હતુ. ગુરુપૂણિમાના દિવસે ગુરુના ચરણોમાં અહંકાર, રાગ, દ્રેષ, પાપ, નિંદા, અહંકાર,પાપાચાર ત્યાગ કરવાનો દિવસ છે. ગુરુજીના ચરણોમાં સમર્પિત થઈને આત્માનુ કલ્યાણ કરવાનો દિવસ છે. ગુરુનો મહિમા અપરંપાર છે ગુરુના ચરણોનો મહિમા આપણા સંતોએ વિશેષ સમજાવ્યો છે. આજના દિવસની પ્રતિક્ષા દરેક ભકત કરે છે. જીવનમાં સદગુરુનું વિશેષ સ્થાન છે, ગુરુજીનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. સાત સમુદરની શાહીથી પણ ગુરુજીનો મહિમા લખી શકાય.

અન્ય સમાચારો પણ છે...