• Gujarati News
  • National
  • વાલોડ ગ્રામપંચાયત દ્વારા વેરો ભરનારાને નોટિસ

વાલોડ ગ્રામપંચાયત દ્વારા વેરો ભરનારાને નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબહેન નાયકા દ્વારા ઘરવેરા વસુલાત બાબતે નગરજનોને વારંવાર લેખિત તથા કર્મચારીઓ દ્વારા રૂબરૂ જઇ ઉઘરાણી કરવા છતાં વેરા ભરતાં બાકીદારોને પ્રથમ નોટિસ ફટકારવામાં આવી છે. સરપંચે નોટિસ ફટકારતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વાલોડ ગ્રામ પંચાયત દ્વારા ઘરવેરાની લાખો રૂપિયાની બાકી વસુલાત માટે આજદિન સુધી લેખિત તથા ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે ફરી વસુલાત કરવાનું અભિયાન ચલાવવામાં આવતું હતું. બાકીદારો પાસે રોજે રોજ બે કર્મચારીઓ વેરા વસુલાત બાબતે જતા હતા. ઘરવેરા વસુલાત માટે નવા શાસકોએ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બાકીદારો પર પ્રથમ નોટિસ કાઢવામાં આવી છે. જેમાં સને 2016-17 સુધી જેમનુ ઘરવેરો બાકી છે તેમના ઉપર ક્રમશઃ નોટિસો કાઢવામાં આવી રહી છે. જે નોટિસમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા કાયદાની કલમ 215[5] મુજબ નોટીસ આપવામાં આવી છે.

દિન ત્રણમાં ગ્રામ પંચાયત ઓફિસે રૂબરૂ આવી ઘરવેરો ભરી જણાવવામાં આવ્યું છે. જો વેરા ભરવા બાબતે ચૂક કરવામાં આવશે તો કાયદાની કલમ 215[5] મુજબ લેણી પડતી રકમ, નોટિસ તથા વોરન્ટના તમામ ખર્ચ સાથે બાકીદારોની મિલ્કતથી વસુલ કરવાનો વોરન્ટ કાઢવામાં આવશે. અને મિલ્કત જપ્ત કરવામાં આવશે. અને આવશ્યક સેવાઓ જેવી કે નળ કનેકશન અને સ્ટ્રીટ લાઈટ બંધ કરી બાકીદારોના ઘરનું મીટર પણ બંધ કરવાની ફરજ પાડવાનું જણાવ્યું છે. તેમજ બાકીદારોની મકાનની માલિકી અંગેના પૂરાવાઓ જેવા કે સીટી સર્વેની નકલ, દસ્તાવેજની નકલ, એન.એ.ની હુકમની નકલ લે-આઉટ પ્લાનની નકલ પણ પુરાવા તરીકે માંગતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

વેરોની ચુકવણીથી વિકાસને વેગ મળશે

સરપંચજ્યોતિબેન નાયકાએ જણાવ્યું હતું કે નગરજનોને ગ્રામપંચાયત દ્વારા વિકાસ અને સવલતો સરળતાથી મળે તે માટે ઘરવેરા તથા અન્ય વસુલાતો સમયસર ચૂકવી દેવામાં આવે તો નગરજનોની પ્રાથમિક જરૂરિયાતો તથા વિકાસના કામો કરવાનું શાસકોને તથા સત્તાધીશોને સરળતા રહે.

પાલિકાના કડક વલણથી બાકીદારોમાં ફફટાટ

અન્ય સમાચારો પણ છે...