• Gujarati News
  • National
  • મોરદેવીમાં દીપડો ઘરઆંગણે બાંધેલી બકરીને ઉપાડી ગયો

મોરદેવીમાં દીપડો ઘરઆંગણે બાંધેલી બકરીને ઉપાડી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાનું મોરદેવી ગામ દીપડાઓ માટે અભ્યારણ સમાન બન્યું છે. દિનપ્રતિદિન દીપડાના ત્રાસથી ગ્રામજનોએ બાહર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગતરોજ રાત્રિના સુમારે દીપડાએ બકરીને ગળામાંથી દબોચી શિકાર માટે નદી કિનારા તરફ લઈ ગયો હતો. જ્યાં ગ્રામજનો પહોંચી જતાં બકરીને મુકી અંધારામાં પલાયન થઈ ગયો હતો. ગ્રામજનો દીપડાના ત્રાસથી કંટાળી ગયા છે. આવા હિંસક દીપડાને વન્યઅધિકારીઓ પકડવાની કાર્યવાહી કરે જરૂરી છે.

મોરદેવી ગામે મોટુ ફળિયું ટાંકલી ફળિયામાં દરરોજ આવતાં હિંસક દીપડાએ ગતરાત્રિનાસુમારે રહેણાંક વિસ્તારમાં ત્રાટક્યો હતો. અને મરઘાની સાથે બકરીનો પણ શિકાર માટે ગળામાંથી દબોચીને લઈ ગયો હતો. જોકે, ગ્રામજનોની જાગી જતાં બૂમાબૂમ કરતાં બકરીને નદી કિનારે મુકીને અંધારામાં પલાયન થઈ ગયો હતો. હવે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં હિંસક બનીને ત્રાટકતાં ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. ગતરોજ દીપડાના હુમલા કરતાંજ ગામમાં ભયનો માહોલ છવાયો છે. ગામમાં દરરોજ દીપડાના આગમનથી ભયને કારણ ખેતી કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે. ઘટના અંગે વનવિભાગને જાણ કરવા છતાં કલાકો વતી જવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.

મોરદેવી ગામે જ્યાંથી દીપડો બકરીને ઉઠાવી ગયો હતો તે સ્થળ.

મહા મહેનતે દીપડાના મોમાંથી ગ્રામજનોએ બકરીને છોડાવી

દીપડાનો કહેર યથાવત રહેતા લોકો ભયના ઓથાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...