• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | અંધારવાડી દૂર ગામે ચાલતી શિવકથાનો લાભ લેવા ઠેર ઠેરથી ભક્તજનો પધારી રહ્યા છે

ભાસ્કર િવશેષ | અંધારવાડી દૂર ગામે ચાલતી શિવકથાનો લાભ લેવા ઠેર-ઠેરથી ભક્તજનો પધારી રહ્યા છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલવણતાલુકાના અંધારવાડીદૂર ગામે શુકલેશ્વર મહાદેવના મંદિરે શિવમહાપુરાણ કથા ચાલી રહી છે. કથામાં શિવજીના વિવિદ વિવિધ પ્રસંગો સાથે ઉત્સવની ઉજવણી ખુબ ધામધુમથી કરવામાં આવી રહી છે. શિવ વિવાહ, બારજ્યોતિલિંગ પૂજન અને ધાર્મિક ઉત્સવની ઉજવણી સાથે શિવજીની મહાઆરતી ભાવિક ભક્તોએ કરતા હર્ષ ઉત્સાહથી જોડાયા હતા.

અંધારવાડીદૂર ગામે શુકલેશ્વર મહાદેવના મંદિરે પૂજ્ય લાલજી મહારાજની તપોભૂમિ ખાતે કથાનું આયોજન થઈ રહ્યું છે. આજે શિવમહાપુરાણ કથામાં પૂજ્ય અજય બાપુ ના સાનિધ્યમાં બારજ્યોતિલિંગ પૂજન અને શિવજીની મહાઆરતીનું આયોજન સાથે ભક્તો દ્વારા ઉતારવામાં આવી હતી. બારજ્યોતિલિંગ પૂજન સાથે કથામાં પૂજ્ય અજયબાપુએ કહ્યું કે ભૂમિ સંતોની ભૂમિ છે. ભૂમિ પર પૂજ્ય લાલજી મહારાજે અહીં તપ કરતા અહીં આપણને તપશ્ચર્યના ફળસ્વરૂપ શિવપુરાણની કથા મળી છે. કથા ભાગ્યશાળીને મળે છે. શિવ મહિમા વર્ણવ્યો હતો. આજે શિવકથામાં અજયબાપુએ બાર જ્યોતિલિંગનું મહત્વ સમજાવીને સ્થંભેશ્વરમહદેવની સ્થાપના અને કઈ રીતે ભગવાન શિવજીના મહિમા વર્ણવ્યો હતો અને ગણપતિ કાર્તિકેયની કથા સાથે ગણપતિ શિરચ્છેદનું વર્ણન કરિયું હતું. શિવજીના બાર જ્યોતિલિંગનો મહિમા સાથે ભાવિક ભક્તોએ પૂજન સાથે આરતી ઉતારી હતી. અંધારવાડીદૂર ગામે શુકલેશ્વર મહાદેવના મંદિરે ચાલી રહેલ કથાનું આયોજનમાં વિજય ચૌધરી, દિલીપ ગામીત, જયાબહેન ગામીત રતિલાલ ચૌધરી અને ગામજનો સહયોગથી ખુબ સુંદર આયોજનમાં ભાવિક ભક્તો કથા શ્રવણ કરી રહ્યા છે. અને વિવિધ ઉત્સવની ઉજવણી થઈ રહી છે.

અંધારવાડીદૂર ગામે શુકલેશ્વર મહાદેવ મંદિર ખાતે કથા.

શુકલેશ્વર મંદિરે 12 જ્યોતિર્લિંગ પૂજન કરાયું

અન્ય સમાચારો પણ છે...