તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બુહારી માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિરનું આયોજન કરાયું

બુહારી માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિરનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ.ગુજરાતનીખેડુતોની જીવાદોરી સમાન સુગર મિલોને શેરડીનો પુરવઠો પુરેપુરો મળી રહે તે માટે વાવેતર પણ જેમ બને તેમ વધારે થાય તો ખેડુતોને અને સુગર મિલોને રોપણ અને પુરૂ ક્રસિંગ કરતા બંનેને ફાયદો થાય અને સાથે પુરવઠો મળી રહે એવા ઉમદા આશયથી મઢી સુગરે સભાસદ ભાઈની એક મિટિંગ રાખવામા આવી હતી. જેમા ખેડૂત આગેવાનો, ખેડુતો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને શેરડીનું જેમ બને એમ વધારે વાવેતર કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. બુહારી માર્કેટ યાર્ડ ખાતે એક મિટિંગનું આયોજન મઢી સુગરના ચેરમેન સમીરભાઈ ભકત જિલ્લા સહકારી બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ માર્કેટ યાર્ડના ચેરમેન શાંન્તુભાઈ પટેલ, વાઈસ ચેરમેન ઉદયભાઈ દેસાઈ, બોડૅઓફ ડીરેકટર હીતેશભાઈ.આર.પટેલ તથા વાલોડ ઝોન, કલકવાઝોન, કપુરાઝોનના સભાસદભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મઢી સુગરના ચેરમેન સમીરભાઈ ભકતે જણાવ્યું કે સૌના પ્રયાસો થકી આજે સંસ્થાની પરિસ્થીતી સારી છે.

અન્ય સમાચારો પણ છે...