• Gujarati News
  • શોર્ટસર્કિટ થતાં 10 વીંઘા શેરડી રાખ થઇ

શોર્ટસર્કિટ થતાં 10 વીંઘા શેરડી રાખ થઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાનાતાલુકાના જેતવાડી ગામે ગત બે દિવસ અગાઉ વીજ કંપનીના તારના શોર્ટસર્કિટના કારણે કુપારના ખેડૂતની 10 વીંઘા શેરડી બળીને ખાખ થઈ જતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. જેને લઈ ખેડૂત દ્વારા વ્યારા વીજ કંપનીની કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી ગળની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યારા વાલોડમાં અવાર નવાર ગ્રામ્ય વિસ્તારોમાં જીઇબીના યોગ્ય મેન્ટેનન્સના અભાવે તારો તેમજ ફ્યુ બોક્સ જોખમી બની રહ્યાં છે. જેના કારણે અવાર નવાર એગ્રીકલ્ચર લાઈનો ખેતરો ઉપરથી પસાર થતી વેળા અવાર નવાર શોર્ટ સર્કિટના કારણે ખેતરોમાં તણખા ઝરતાં ખેડૂતોને પાક સળગી જતાં નુકસાન થયું છે. ગત એક મહિના પહેલા વાલોડના હથુકા ગામે એક ખેડૂતની ખેતરમાં શોર્ટ સર્કિટથી આગમાં બળી જતાં નુકસાન થયું હતું. જે બાદ ગત બે દિવસ અગાઉ વ્યારા તાલુકાના કપુરા ગામે ફળિયામાં રહેતા રમેશભાઈ મકનભાઈ ભક્તની જમીન વ્યારા તાલુકાના જેતવાડી ગામે સરવે નં 246 અંદાજિત 10 વીંઘાના ખેતરમાં શેરડીનો પાક તૈયાર કર્યા હતો. જે પાક તૈયાર થઈ ટૂંક સમયમાં કાપણી થવાની હતી તે પહેલા જીઈબીના બેદરકારીનાપગલે ખેતર નજીક પસાર થતી જીબીઈ વીજતારોમાં શોર્ટસર્કિટ થતાં જેના તણખા શેરડીના તૈયાર થયેલા પાક પર પડતાં અંદાજિત 10 વીંઘાનો પાક બળીને ખાખ થઈ જતાં ખેડૂતને મોટું નુકસાન થયું હતુ.

ખેડૂતના મહામુલો પાક બળી જતાં તેણમે પાક તૈયાર કરવા પાછળ ખર્ચેલા રૂપિયા માથે પડ્યા છે. જેથી ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

જોકે, સમગ્ર ઘટના પાછળ જવાબદાર વ્યારા વીજકંપનીમાં ફરિયાદ હાથ ધરી બાબતે થયેલા નુકસાનનું વળતર માટે રજૂઆત કરી હતી.

જેતવાડી ખાતે બળી ગયેલી શેરડી.

યોગ્ય જાળવણીના અભાવે નુકશાન

વ્યારાસહિતઅનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોની ઉપરથી વીજતાર પસાર થાય છે. અને વીજકંપની દ્વારા મેન્ટેનન્સના અભાવે ખેતર પરથી પસાર થતા વીજતારો તેમજ ફ્યુ બોક્સ જોખમી બની રહ્યાં છે. જો કંપની દ્વારા આવી અંગે યોગ્ય તકેદારી રાખવામાં આવેતો આવી ઘટનાઓ નીવારી શકાય એમ છે.

સ્થળે જઇ તપાસ બાદ કાર્યવાહી

કચેરીખાતે ખેડૂત દ્વારા શેરડીનો પાક શોર્ટસર્કિટના કારણે બળી જતાં નુકસાન થયેલની ફરિયાદ આવી છે. જેના જીઈબી કંપનીના ઈન્સ્યોરન્સ કંપની નિષ્ણાંતો સ્થળ પર તપાસ કરી જેનો રિપોર્ટ તૈયાર થયા બાદ આગળની કાર્યવાહી ધરાશે. > અંકુરભાઈપટેલ , એક્ઝીક્યુટીવઈજનેર વ્યારા

મહિના પહેલાની ઘટનાનું પુનરાવર્તન

ગતએકમહિના પહેલા વાલોડના હથુકા ગામે પણ એક ખેડૂ