તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંગપુર ગામમાં પરિવાર ઘર બંધ કરી પ્રવાસે ગયો ને તસ્કરો ખાતર પાડી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંગપુર ગામમાં પરિવાર ઘર બંધ કરી પ્રવાસે ગયો ને તસ્કરો ખાતર પાડી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના વાલોડ ડોલવણ તાલુકાના છેવાડાના ગામોમાં ચોરીના ઉપરા છાપરી બનતા ફફડાટ ફેલાઈ ગયો છે. ગતરોજ ગાંગપુર ગામે ઘરમાલિક પ્રવાસે ફરવા જતાં બંધ ઘરમાંથી ચોરી કરી ગયા હતાં.

પેલાડ બુહારી ગામના મૂળ દિલીપભાઈ ગોપાળભાઈ પટેલનુ નવું ઘર ડોલવણ તાલુકાના ગાંગપુર ધનસામર ફળિયામાં આવેલું છે. જેઓ છેલ્લા ત્રણ દિવસથી જયપુર તરફ પ્રવાસે નીકળ્યા હતાં. જેનું ઘર બંધ રહે છે. તેમની પુત્રી ટેરીલ રોજ સવાર સાંજ દિવાબત્તી કરવા માટે પેલાડબુહારી મોરા ફળિયામાંથી નવા ઘરમાં આવે છે.

ગાંગપુર ધનશામર ફળિયામાં આજે સવારે 8.30 કલાકે ટેરિલ ઘરે આવતાની સાથે જોતા આગળના બારણાનો નચુકો તુટેલી હાલતમાં જણાય આવ્યું હતું. તેમણે તેમના સંબંધીને જાણ કરતાંની સાથે ફળિયાના ઘણા લોકો એકત્ર થઈ ગયા હતાં. અને ઘરમાં કબાટ, શોકેસ, કપડા સામાન વેરવિખર પડેલ હાલતમાં જણાય આવતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમના ઘરમાં મુકેલ રોકડ ચાર હજાર ઉઠાવી ગયા હતાં. ચોરોએ ઘરના પાછળના ભાગેથી પાણીની બોટલ લઈને બેઠા હતાં. પાન માવાની પીચકારી બેખોફ નીકળી ગયા હતાં. જોકે, ઘરમાંથી રોકડ સિવાય શું લઈ ગયા હતાં. જોકે, તેમના સગા દ્વારા પોલીસ ફરિયાદ કરવા બાબતે તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ ગાંગપુર ગામે દૂધ મંડળી અને એક ઘરમાં ચોરીનોનિષ્ફળ પ્રયાસ થયો હતો.

અગાઉ પણ દૂધ મંડળી અને ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો