તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડમાં વેરા વસૂલાત માટે ગ્રામપંચાયતે નોટિસ ફટકારી

વાલોડમાં વેરા વસૂલાત માટે ગ્રામપંચાયતે નોટિસ ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકા મથકે વાલોડ પંચાયતના હદ વિસ્તારમાં સરકારી કેબિનના ગ્રાહકો વર્ષોથી વેરા નહીં ભરતા પંચાયતે લાલ આંખ કરતાં 158 કેબિન ધારકોની પાસે 16 લાખથી વધુની વસૂલાત માટે આખરી નોટિસ ફટકારતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

વાલોડ નગરમાં છેલ્લા ઘણા સમયથી પંચાયતની માલિકીના હદ વિસ્તારમાં વર્ષોથી ધંધારોજગારી સાથે સંકળાયેલા ગ્રામજનોને ઘરવેરા, પંચાયતવેરા, મહેસૂલવેરા ભરવા માટેની રજૂઆત કરી હોવા છતાં પણ બાકીવેરા નહીં ભરપાઈ કરતાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલ કેબિનધારકોને વાલોડ પંચાયતના વહીવટકકર્તા સરપંચ તલાટિ સદસ્યોએ સખ્તાઈ અપનાવતા નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે. માંગળાબિલ મોકલવા છતાં પરિસ્થિતીમાં સુધાર જોવા ના મળતા વાલોડ પંચાયથાદ વિસ્તારમાં આવેલ અંદાજિત 158 કેબિનધારકો પાસેથી પાછલા અને ચાલુ વર્ષનામળી કુલ 16 લાખ જેટલા બાકી વેરા પડતાં પંચાયતે નોટિ ફટકારી બે દિવસમાં વેરા ભરવા અંગે જણાવ્યુ હતું. જો આમ છતાં ભરવામાં આવે તો કેબિનને તાળાં મારી સીઝ કરી દેવાનું જણાવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...