• Gujarati News
  • વાલોડના સરકારી પુસ્તકાલયમાં ગ્રંથસપ્તાહની થયેલી ઉજવણી

વાલોડના સરકારી પુસ્તકાલયમાં ગ્રંથસપ્તાહની થયેલી ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકા ખાતે આવેલ સરકારી પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાંચનપ્રેમી જનતા માટે અને બાળકોના માટે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત ક્વીઝ અને મહેંદી જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી.

વાલોડ નગર ખાતે આવેલ સરકારી પુસ્તકાલયની સ્થાપના 5/11/1977ના રોજ થઈ હતી. જેમાં 13 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી 14થી 20 સુધી દર વર્ષની જેમ વર્ષે પણ કરવામાં આવી હતી. વાલોડ સરકારી પુસ્તકાલય ખાતે બાળ સાહિત્યને લગતાં પુસ્તકોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા, સિનિયર સિટીઝન વર્તાલાપ, ક્વીઝ કોન્ટેસ્ટ, મેંહદી સ્પર્ધામાં વાલોડની જી. એચ. પટેલ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધમાં વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વાલોડ સરકારી પુસ્તકાલય ખાતે યોજાયેલ પુસ્તક પ્રદર્શનમાં એમ. ડી. શુક્લા અને જિગ્નેશભાઈ ચૌધરીએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

અને જણાવ્યું હતું કે બાળકો વધુને વધુ વાંચનમાં રસ લઈને બૌદ્ધિક વિકાસ કરી શકે છે. રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી દર વર્ષની જેમ વર્ષે પણ કરવામાં આવી હતી.

વાલોડ સરકારી પુસ્તકાલય ખાતે ગ્રંથ સપ્તાહ અંગર્તત બાળકો પુસ્તક નિહાળતા નજરે પડે છે.