તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બિલ નહીં ભરાતાં વાલોડ શેઢી ફળીયું બે વર્ષથી સ્ટ્રીટ લાઇટ વગર અંધારામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ નહીં ભરાતાં વાલોડ શેઢી ફળીયું બે વર્ષથી સ્ટ્રીટ લાઇટ વગર અંધારામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડશેઢી ફળીયા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી જુના શાસકો દ્વારા બિલ ભરવાના કારણે વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ હોય છેલ્લા બે વર્ષથી અંધારપટનો સામનો હળપતિ સમાજ કરી રહ્યા છે. આજ દિન સુધી અંગે હળપતિઓના પ્રશ્નોને વાચા આપવા કોઈ નેતા આગળ આવ્યો નથી.

વાલોડ શેઢી ફળીયા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઇટનો જોડાણ કાપી નંખાતા અંધારપટનો સામનો કરી રહ્યા છે. શેઢી ફળીયા વિસ્તારમાં કેતનભાઈ જગદીશભાઈ હળપતિના ઘરે ગ્રામ પંચાયત સંચાલિત સ્ટ્રીટ લાઈટનું વીજજોડાણ મિટર મુકવામાં આવેલ હતું. કેતનભાઈના ઘરેથી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવતી હતી, આશરે છેલ્લા બે વર્ષથી વીજ જોડાણનું બિલ ભરવાના કારણે મીટર કાપી નાખવામાં આવ્યું હોવા છતાં જુના શાસકો દ્વારા છેલ્લા બે વર્ષમાં ફરી રકમની ચુકવણી કરાતા આજ દિન સુધી શેઢીફળીયાનો આદિવાસી સમાજ રાત્રીના સમયે અંધારપટમાં જીવન ગુજારી રહ્યું છે.હળપતિ સમાજ કે આદિવાસીઓના મસીહા તરીકે મોટી ગુલબાંગો પોકારનાર રાજકારણીઓના ધ્યાને વાત આવી હોય તે શક્ય નથી, માત્ર ને માત્ર મતોના રાજકરણ માટે હળપતિ તથા આદિવાસી સમાજનો ઉપયોગ કરવામાં આવે છે, શેઢી ફળિયાના કેટલાક વિસ્તારમાં લોકો પોતાના જાન જોખમે લંગર નાખી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે છે.

શેઢી ફળીયામાં નવા શાસકો ફરી વીજ જોડાણ કરી લોકોને સુવિધા આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. નવા શાસકો શેઢી ફળીયા વિસ્તારના લોકોની તકલીફો નિવારવા યોગ્ય પગલાં લે તે નગરજનોના હિતમાં છે.

લોકો જીવના જોખમે ચાલુ લાઇન પર લંગર નાખી લાઇટ ચાલુ કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો