• Gujarati News
  • National
  • ગુજરાતસરકાર પ્રજાની સુખાકરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

ગુજરાતસરકાર પ્રજાની સુખાકરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતસરકાર પ્રજાની સુખાકરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ સરકારી બાબુઓ અને કામ કરનાર એજન્સીના ઉપેક્ષીત વલણોને પગલે પ્રજાએ મુશ્કેલી વેઠવાનો સમય આવે છે. પેલાડબુહારીના જોડતા નવ નિર્મિંત પુના નિર્માણ લોકર્પણ થયાના બે માસમાં ચોમાસાની શરૂઆત થતાં એપ્રોચ માર્ગનું ધોવાણ થતાં પ્રજા આક્રોશ જોવા મળ્યો છે. સંબંધિત તંત્રની ફરજ પરના બેદરકારી પર પ્રજા ફીટકાર વરસાવી રહી છે.

પેલાડ બુહારીના જોડતા બ્રીજની એક વર્ષ જૂન માંગણીના પગલે નવા બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાગીરીને રજૂઆતને પગલે નવનિર્મિત પુલનું લોકાર્પણ ગુજરાત સરકારના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના હસ્તે ધામધૂમથી કરવામાં આવ્યું હતું. પાલેડ બુહાર તથા આજુબાજુ ગામના 12 જેટલા ગાંગપુર, ઘાણી, બાગલપુર, બેહડારાયપુર સહિતના ગામને ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો સામનો કરવો પડતો હતો.

ચોમાસાની શરૂઆત થતાની સાથે પ્રજાની હાડમારીનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો. અંધાત્રીથી બુહારી વાલોડ સુરત જવું પડતાં નાના બાળકો, બહેનો, ખાખરા પાપડની સાથે સંકળાયે મજૂરવર્ગ ભારે મુસ્કેલી વેઠવી પડતી હતી. પરંતુ ચોમાસામાં પેલાડ બુહારીની પૂર્ણા નદીમાં હોડી ફરતાં લોકો જીવના જોખમે મુસાફરી કરતાં હતાં. જોકે, પેલાડ બુહારી નવા બ્રીજનું નિર્માણ થતા પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો.

પેલાડબુહારીના નવનિર્માણ પુલના નિર્માણ સમયે સંબંધિત અધિકારીઓ દુર્લક્ષતા સેવતા પેલાડબુહારી તરફના રસ્તા પર ચારથી ઈંચ જેટલા રોડ ફાટી જતાં લોકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકો ફીટકાર વરસાવી રહ્યાં છે. અને તાત્કાલિક રિપિરંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.

કારણે રોડમાં ભંગાણ

^પેલાડ બુહારી પુલ નિર્માણ થયા બાદ એપ્રોચ રસ્તામાં ભંગાણ પડ્યું છે. રોડ રોલરથી પુરાણમાં પ્રેસીંગ કરવાનું હતું, જે કરાયું હતું, જેને લીધે પુરાણ ધસી ગયું છે. > નિલેશપટેલ, રહીશબુહારી

નવા માટીપુરાણને કારણે સમસ્યા

^સ્થળનીરિક્ષણ કરીને આવતીકાલની રિકાર્પેટિંગ કામગીરી એજન્સીને જાણ કરી છે. નવું માટી પુરાણ કમ હોવાથી સમસ્યા ઊભી થઈ છે. > જિગ્નેશપટેલ, મા.મ.ઈજનેર વાલોડ

પુલ નજીક તૂટી ગયેલો એપ્રોચ રોડ.

અન્ય સમાચારો પણ છે...