તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બુટવાડા ગામ નજીક 65 વર્ષીય વૃદ્ધની હત્યા કરેલી લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટવાડા ગામ નજીક 65 વર્ષીય વૃદ્ધની હત્યા કરેલી લાશ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડતાલુકાના બુટવાડા ગામે વડ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતાં 65 વર્ષીય વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજા કરી હત્યા કરાયેલી લાશ મળી આવતાં વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વૃદ્ધની લાશન કબજો લઈ હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વાલોડ તાલુકાના બુટવાડા ગામે વડ ફળિયામાં રહેતા નગીનભાઈ મકનભાઈ હળપતિ (65) જેઓ મજૂરી કામ અને ઢોર ચરાવવાનું કામ કરે છે. ગતરોજ નગીનભાઈ હળપતિની લાશ જયેશભાઈ કટારિયાના ખેતરમાં મળી આવતાં વાલોડ પોલીસ કે. ડી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા સ્થળ પર જઈ પાસ હાથ ધરતાં અજાણ્યા ઈસમે નગીનભાઈ હળપતિના માથાના ભાગે ઉપરા છાપરી ઘા કરી ગંભીર ઈજા કરી તેનું મોત નીપજાવી ફરાર થઈ ગયા હતાં. જેના પગલે વ્યારા ડીવાયએસપી ભગીરથ ગઢવી તથા ટીમ દ્વારા વાલોડના બુટવાડા ખાતે જઈ હત્યા સ્થળે આરોપીના પુરાવા મળેવવા એફએસએલ તથા ડોગસ્ક્વોડને બોલાવી તપાસ હાથ ધરી હતી. જે બનાવ અંગે મરનાર પુત્ર મનુભાઈ હળપતિની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી હત્યારાની તપાસ હાથ ધરી છે.

માથામાં ઈજા પહોંચાડી હત્યારો ફરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો