તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાલોડ તાલુકામાં સરપંચોની ચૂંટણી બેઠકની ફાળવણી કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડ તાલુકામાં સરપંચોની ચૂંટણી બેઠકની ફાળવણી કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડતાલુકામાં સમાવિષ્ટ ગામોમાં ગ્રામપંચાયતના સરપંચની બેઠક અને અનામત બેઠકો સામાન્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 50 ટકા મહિલાને પ્રાધાન્ય આપતાં વાલોડ તાલુકામાં 18 જેટલી મહિલાઓ સરંપચોનું પ્રતિનિધિત્વ કરશે.

વાલોડ તાલુકાનન 40 ગામો પૈકી 35 ગામો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને 2011ની વસતિ ગણતરી તાલુકાની ગ્રામ પંચાયત અનુ. જાતિ, અનુ આદિ જાતિ, સા. શૈ. પ. વર્ગ અન્ય સંવર્ગ ધ્યાનમાં લઈને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 51 (2) મુજબ નક્કી સરપંચોની બેઠકની ફાળણી કરવામાં આવેલ છે. જેમાં નવા સુધારા મુજબ ગુજરાત સ્થાનિક સત્તા મંડળ કાયદા અધિનિયમ 2009માં 50 ટકા મહિલા અનામત જોગવાઈ કરાઈ છે. જે મુજબ વાલોડ તાલુકામાં મહિલાઓને 50 ટકા પ્રાધન્ય મળ્યું છે.

વાલોડ તાલુકામાં અનુસુચિત આદિજાતિની પુરુષો 17 બેઠક છે. જ્યારે મહિલા સરપંચોની 18 બેઠક રહેશે. જેને પગલે કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. વાલોડ તાલુકાના પુરુષોની આદિજાતિ બેઠક સરપંચની બેઠકમાં સમાવિષ્ટ અલગટ, અંબાચ, અંધાત્રી, બેડકુવા, દાદરિયા, દેગામા, ધામોદલા, ગોલણ, ઈનમા, કહેર, કલમકૂઈ, કણજોડ, કુંભીયા, મોરદેવી, શીકેર, તીતવા, બેલ્ધા, વેડછી છે.

જ્યારે આદિજાતિ મહિલાની સરપંચને બેઠકમાં અધ્યાપોર, ભીમપોર, બુહારી, બુટવાડા, દેલવાડા, ડુમખલ, ગોડધા, હથુકા, જામણીયા, કમલાછોડ, કોસંબીયા, નાલોઠા, પેલાડબુહારી, રાનવેરી, શાહપોર, નનસાડ, શ્યાદલા, વાલોડ, વિરપોર સહિતના ગામોમાં મહિલાની અનામત બેઠકની ફાળવણી થઈ છે.

મુજબ ફાળવણી કરવામાં આવી

પેલડબુહારી ગામમાં વોર્ડ નં 1 શા. શૈ. સ્ત્રી, વોર્ડનં 2 સામાન્ય સ્ત્રી, વોર્ડ નં 3 સામાન્ય સ્ત્રી, વોર્ડ નં 4 બિનઅનામત સામાન્ય, વોર્ડનં 5 અ. જા. સ્ત્રી, વોર્ડનં6 અ.આ.જા. વોર્ડનં 7 અ. જા. વોર્ડનં 7 સામાય (બિન અનામત), જ્યારે બુહારી ગામની વોર્ડનં 1 અ.જા.જા. વોર્ડનં 2 સામાન્યસ્ત્રી, વોર્ડનં 3 અજા. વોર્ડ 4 સામાન્ય સ્ત્રી, વોર્ડ નં 5 સામાન્ય (બિન અનામત) વોર્ડનં 6 શા. શૈ. પ. સ્ત્રી, વોડ નં 7 સામાન્ય (બિન અનામત), વોર્ડનં 8 સામાય (બિન અનામત), વોર્ડનં 9 અ. આ. જા સ્ત્રી, વોર્ડનં 10 અ. આ. સ્ત્રી ફાળવણી કરવામાં આવતાં ચહલ પહલ જોવા મળી રહી છે.

50 ટકા મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો