તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | વરસાદ પડતા કામગીરી બંધ કરી દેવાઈ,ચોમાસા દરમ્યાન ગરનાળું બનાવતા કાદવને લીધે વાહન ચ

ભાસ્કર િવશેષ | વરસાદ પડતા કામગીરી બંધ કરી દેવાઈ,ચોમાસા દરમ્યાન ગરનાળું બનાવતા કાદવને લીધે વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડતાલુકાના ગોલણ ચોરા ફળિયાથી હથુકા-ભીમપોરને જોડતો માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવાની કામગીરી નવેમ્બર 2016થી કાર્યરત હતી. કામગીરી કરનાર એજન્સી દ્વારા કાચબા ગતિએ કામગીરી થતી હોવાના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો. હથુકા ભીમપોરને જોડતા માર્ગ પર બનાવવામાં આવેલ ગરનાળાના કામમાં રોડ પર માટી કામ કરેલ હોવાને કારણે વરસાદમાં પસાર થવું દુષ્કર હોવાને કારણે રોજ એક બે બાઈક સવારો સ્લીપ થવાના બનાવો છે.

વાલોડ તાલુકાના ગોલણ ચોરા ફળિયાથી હથુકા અને ભીમપોરને જોડતો માર્ગ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી વેન્સી કન્સ્ટ્રક્શનને મળી હતી. એજન્સી દ્વારા નવેમ્બર 2016માં મંથર ગતિએ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજારદાર દ્વારા હોતા હે ચાલતા હેની નીતિને કારણે કામગીરી હાલ પણ પૂર્ણ થઈ નથી. હાલ વરસાદ પડતા કામગીરી અટકાવી દેવામાં આવી છે. ત્યારે હથુકાથી ભીમપોરને જોડતા માર્ગ પર જિતેન્દ્રભાઈ છીબાભાઈ પટેલના ખેતર નજીક ગરનાળાના કામગીરી પૂર્ણ થતા માર્ગ પર માટી કામ કરવાને કારણે વરસાદનો એક સામાન્ય ઝાપટું આવતા જગ્યા પર કાદવ થઈ જાય છે.

કાદવને કારણે માર્ગ પરથી પસાર થતા બાઈકસવારો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે. માર્ગ બનાવનાર કોન્ટ્રાકટરની કામગીરી મંથર ગતિએ ચાલી રહી હોવાને કારણે લોકોએ સહન કરવું પડે છે. આવા કોન્ટ્રાકટરે સમયમર્યાદા પૂર્ણ થઈ ગયા છતાં કામગીરી માત્ર મેટલિંગ કરી વરસાદ પડતાં અધૂરી મૂકી દેવામાં આવી છે. જગ્યા પર ખાડા પડી જતાં હથુકાના એક જાગૃત નાગરિકે સ્વખર્ચે પડેલા ખાડા પુરાવ્યા છે.

હથુકા ભીમપોર રોડ પર જર્જરિત ગરનાળુ હોવાથી અનેક અકસ્માત થયા છે.

હથુકા- ભીમપોર માર્ગ પરનું ગરનાળું જોખમી

અન્ય સમાચારો પણ છે...