તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડની પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન

વાલોડની પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર | વાલોડકેળવણી મંડળ સંચાલિત શ્રી મ.દ.શાહ અને ર.દ.શાહ પ્રાથમિક શાળાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ માટે અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિનો વિકાશ કરવા અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરવા માટે અલૂણાં નિમિત્તે તા. 7-11 જુલાઈ દરમ્યાન શાળામાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે મહેંદી હરીફાઈ,કેશ ગુફન, સાડી સ્પર્ધા, સૂટ સ્પર્ધા, સુંદર વેશ પરિધાન, આરતી શણગાર, એક મિનિટ, મેમરી ટેસ્ટ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિ તથા પ્રતિભાને બહાર લાવવા પ્રયત્નો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...