• Gujarati News
  • National
  • માંડવી શ્વેતાંબર જૈન સંઘની પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

માંડવી શ્વેતાંબર જૈન સંઘની પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીશ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના ટ્રસ્ટી દીપકભાઈ શાહ, મનીશાભાઈ શાહ, આનંદભાઈ શાહ, જિગરભાઈ શાહ, અને કેતનભાઈ શાહ આગળ સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનનો પ્રસ્તાવ મુક્યો હતો. સંગઠન સાથે યુવાનોમાં ખેલદિલી અને એકતાની ભાવના ખીલે આશયથી સંગઠનના ઈતિહાસમાં પ્રથમવાર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી, બારડોલી, બુહારી, વાલોડ, સુરત, મઢી, કડોદ સહિતની કુલ 14 ટીમોએભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઈલ મેચમાં માંડવી જૈન સમાજની ટીમ વિજેત બની હતી. જ્યારે બારડોલીની ટીમ રનર્સઅપ બની હતી. બંને ટીમોને ટ્રોફિ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના અગ્રણી યુવાનોમાં છુપાયેલી કૌશલ્ય સાથે ખેલદીલીની ભાવનાને બિરદાવી હતી. અને સમાજિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...