તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાં માટી ચોરી કૌભંાડનો વેપલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાતાલુકામાંથી માંગરોળ તાલુકામાં થઈને પસાર થતી કીમ નદીની આજુબાજુનો વિસ્તારની જમીનની માટી ઈંટો બનાવવા માટે સારી ગુણવત્તાવાળી છે. જેના કારણે માંગરોળ તાલુકાના નરોલી, હથોડા, બોરસરા, વેલાછા, આસરમા, વેલાસ, લીંબાડા, લિમોદરા જેવા કીમ નદીના કિનારે આવેલા ગામોમાં ઈંટો બનાવવાનો વ્યવવસાય ફૂલ્યો ફાલ્યો છે. મોટે ભાગની જમીનમાં ઈંટના ભઠ્ઠા વર્ષોથી ધમધમતા હોય. હાલની પસ્થિતિમાં ગામોમાં માટીની અછત વર્તાઈ રહી છે. ધંધો માંગરોળ તાલુકામાં ધીકધીકતો ચાલે છે. બેરોકટોક ચાલતાં ધંધાને કોઈ સરકારી અધિકારીઓ અટકાવતાં નથી. જો ઈંટોના ભઠ્ઠા પર નાંખેલ માટીની રોયલ્ટી અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવે તો ગેરકાયદે ચાલતું માટી ચોરીનું કૌંભાડ બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...