• Gujarati News
  • વાલિયાના સમર્થ ફાઇનાન્સના 2 એજન્ટની ધરપકડ કરતી પોલીસ

વાલિયાના સમર્થ ફાઇનાન્સના 2 એજન્ટની ધરપકડ કરતી પોલીસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાટાઉનના હરીનગર સોસાયટીમાં રહેતો હેમેન્દ્ર જાદવ તેની પત્ની અમીષા જાદવ અને બનેવી જયેન્દ્ર બોરાધરા અને બહેન તેજસ બોરાધરા (રહે. દેસાડ)એ વાલિયા બજારમા રહેતા િલીયા તાલુકાનાં લોકોને નિશાન બનાવી ઉંચા વ્યાજે નાણા લઈ લલચામણી વાતોમાં લોકોને વિશ્વાસમાં રાખી પાકતી મુદતે મુદલ કે વ્યાજ પરત ના કરી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાસી જતાં મિતેશ આર. ખેરએ તેમના રૂા.20 લાખની છેતરપીંડી થઈ હોવાની અને તેમની સાથેના અન્ય પાંચ સાક્ષીઓના પણ લાખો રૂપિયા ફસાયા હોવાનું જણાતા ઇપીકો 420 મુજબ વાલિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેયને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં બુધવારના રોજ વાલિયા પોલીસને માહિતી મળી હતી કે ગુનાના બે આરોપીઓ વાલિયા રાજપૂત ફળિયામાં ફરી રહ્યા છે. જેના આધારે સ્ટાફ સાથે પોલીસ તાત્કાલિક દોડી જઇ જયેન્દ્ર ઉર્ફે જીતેન્દ્ર બોરાધરા અને તેજસ બોરાધરાની અટક કરી જેલના સળિયા પાછળ ધકેલી દઇ અન્ય બેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

હેમેન્દ્રસિંહ જસવંતસિંહ જાદવે વાલિયા જય માતાજી શોપીંગ સેન્ટરમાં સમર્થ ફાઇનાન્સના નામ હેઠળ નાણા ધીરધારનું પ્રમાણ પત્ર લઈ ધંધો એકાદ વર્ષ પહેલા શરૂ કર્યો હતો તેમાં તેની પત્ની અમીષા, બનેવી જયેન્દ્ર અને બહેન તેજસ બોરાધરા સાથે મળી નાણા ધીરધારનો ધંધો કરતાં હતા.છેલ્લા એકાદ વર્ષમાં તાલુકાનાં લોકોની સાથેના સંબંધોનો લાભ ઉઠાવી લોભામણી અને લલચામણી વાતો કરી લોકોને 15થી 18 ટકા વ્યાજ આપવાની ખાતરી આપી કરોડો રૂપિયા સમર્થ ફાઇનાન્સમાં ઉઘરાવેલા હતા.તેવા એક ફરિયાદી મીતેષ ખેરના રૂા.20 લાખ આવી રીતે એક વર્ષથી લીધા હતા.રૂા.20 લાખના વ્યાજના નાણા શરૂઆતના સમયમાં આપ્યા હતા પછી તે પણ બંધ થઇ ગયા હતા.

ચારેક મહિનાથી સમર્થ ફાઇનાન્સના ચારેય સાગરિતો અચાનક બધુ બંધ કરીને જતાં રહેતા લેણદારો વીમાસણમાં મુકાઇ ગયા હતા.આ લેણદારોએ ભેગા મળી વાલિયા પોલીસમાં બાબતની જાણ કરતાં હાલ પોલીસે મીતેષ ખેરની ફરિયાદ લઈ અન્ય પાચ વ્યક્તિઓને સાક્ષી બનાવી જવાબો લીધા હતા.॰વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેક્ટર આર.બી.બારિયાએ તપાસ હાથમાં લઈ ફરાર ચારેયને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.આ ચારેય વિરુદ્ધ રૂા.20 લાખનો 420 છેતરપીંડીનો ગુનો નોંધાયેલો છે પરંતુ સાહેદો સાથે મળી આંકડો કરોડોમાં પહોંચે તેમ છે.આ ગુનાના મુખ્ય સુત્રાધારો એવા હેમેન્દ્ર અને અમીષા જાદવ હાલ પણ પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરે છે.હાલમાં પકડી પાડેલા તેના બહેન બનેવીની સઘન તપાસ ચાલુ છે.આ લોકોએ નાણાં લોભામણી લાલચો અને 15 થી 18 ટકા જેટલું વધુ વ્યાજ આપવાની વાતો કરી રૂપિયા લોકો પાસેથી પડાવેલ હોય મૂળ સુત્રધારો સાથે નાણાં ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે.તે બાબતે બંને આરોપીઓના રિમાન્ડ મેળવાની તજવીજ વાલિયા પોલીસે હાથ ધરી છે.નાસતા ફરતા મુખ્ય સુત્રધારોને ઝડપી પાડવા ઝડપાયેલા તેના બહેન તેજસ અને બનેવી જયેન્દ્રની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વાલિયામાં ફાઇનાન્સના નામે લોકો સાથે લાખોની ઠગાઇ કરનારાઓ પૈકી પોલીસે બે એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. }અતુલ પટેલ

ઠગાઇ|4 સાગરિતોએ મળી કરોડોની છેતરપિંડી કરી છે