તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્થરિયા-હિરાપોર ગામેથી ~39 હજારનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાપોલીસે હિરાપોર તેમજ પત્થરિયા ગામના બે બુટલેગરોને ત્યાં દરોડાં પાડી કુલ ~38,600નો વિદેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન બન્ને બુટલેગરો નાસી છુટ્યાં હતાં. જોકે તે પૈકીના એકને પોલીસે ઝડપી પડ્યો હતો. બન્ને બનાવો અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાલિયા પોલીસે પ્રોહિબિશનની ડ્રાઇ દરમિયાન પંથકમાં દારૂનો વેપલો કરતાં બુટલેગરોને જેર કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે આખા તાલુકામાંથી વાલિયા પોલીસને ફક્ત બે ગામોમાંથી ~38,600નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વાલીયા પોલીસે પત્થરિયા ગામે રહેતાં બુટલેગર બીજલ રામુ વસાવાને ત્યાં રેડ પડતાં તેના ત્યાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરની વિદેશીદારૂની નાની મોટી મળી કુલ 465 નંગ બોટર ~37,400ની મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે પોલીસની રેડ પડતાં બીજલ વસાવા નાસી છુટયો હતો પરંતુ પોલીસે તેને ટુંક સમયમાં ઝડપી પાડ્યો હતો. બીજા કેસમાં પોલીસે હીરાપોર ગામેથી અન્ય બુટલેગરને ત્યાથી બીયરના ટીન મળી ~12,00નો દારૂ ઝડપાયો હતો. પોલીસે બન્નેબુટલેગરો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ વાલિયા પોલીસની રેડ દરમિયાન આસપાસના બુટલેગરોમાં દોડધામ મચી જવા પામી હતી.

પત્થરિયા ગામના બુટલેગરની ધરપકડ કરાઇ

વાલિયા પોલીસે 2 સ્થળે પાડ્યાં હતાં દરોડા

અન્ય સમાચારો પણ છે...