ઝઘડિયા ગામના ખેડૂતની મોટર ચોરી થતાં ફરીયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાનામુખ્ય માર્ગ ઉપર આવેલાં એક ખેતરમાંથી રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ ચોરોએ સબમર્શિબલ મોટરનો આખે આખો સેટ ચોરી કરી ગયાં હતાં. આજે સવારે ખેતરના માલિકે નિત્યક્રમ મુજબ ખેતરે જઇ જોતાં ચોરીની જાણ થઇ હતી. જેના પગલે તેમણે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝગડીયામાં રહેતાં વિનોદ ચંદુભાઇ વસાવાનું ઝઘડિયાના રાજયઘોરી માર્ગ પર આવેલાં રિલાયસ પેટ્રોલપંપની બાજુમાં ખેતર આવેલું છે. તેમણે પોતાના ખેતરમાં સિચાઇ માટે બોર કરાવી સબમર્શિબલ મોટર તેમજ વાયર સ્ટાર્ટરનો સેટ ફિટીંગ કર્યો હતો. રાત્રીના સમયગાળા કોઇ અજાણયા તસ્કરોએ તેમના ખેતરને નીશાન બનાવી ખેતરમાં પ્રવેશી બોરીગમાં ઉતારેલી મોટર તથા વાયર સ્ટાર્ટર સહિતના સેટની ચોરી કરી અંધારામાં ઓગળી ગયા હતાં.શુક્રવારે સવારના સમયે તેઓ નિત્યક્રમ મુજબ ખેતરમાં કામ અર્થે આવતાં તેમના ખેતરમાંથી મોટર તેમજ સ્ટાર્ટર મળી કુલ રૂ .17000ના સામાનની ચોરી થઇ હોવાનું માલમુ પડ્યું હતું. પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંથકમાં ચોરીઓના બનાવો વધ્યાં

ઝગડીયાચાર રસ્તા, વાલીયા ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ચોરીની ઘટનાઓને ગંભીરતાથી લઇને તેને ડામવા માટે કાર્યવાહી નહીં કરતાં તસ્કરોને છુટો દોર મળી રહ્યો હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે.

પોલીસ ચોરીનો ગુનોં નોધી તપાસ હાથ ધરી

તસ્કરો ખેતરના બોરમાંથી મોટર ચોરી ગયાં

અન્ય સમાચારો પણ છે...