• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Valia
  • ધારીખેડા પાસે ટેમ્પોની લુંટ કરનાર ટોળકીના 3 સાગરિતો ઝડપાયાં

ધારીખેડા પાસે ટેમ્પોની લુંટ કરનાર ટોળકીના 3 સાગરિતો ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાનાધારીખેડા પાસેથી પસાર થઇ રહેલાં એક ટેમ્પોના ડ્રાઇવર - ક્લિનરને એક ટ્રેક્ટર તેમજ બાઇક ઉપર આવેલાં શખ્સોએ માર મારી ટેમ્પોની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. બનાવના પગલે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર ટોળકીના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યાં હતાં.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, હરિયાણાના ફિરોજપુર ખાતે રહેતો નસીમ દિલદાર પઠાણતેનો આયશર ટેમ્પો લઇને રાજપીપળા તરફ જઇ રહ્યો હતો. ...અનુસંધાન પાના નં.2

તે વેળાં ધારીખેડા સુગર ફેક્ટરી પાસે એક ટ્રેક્ટર ચાલકે તેમજ બાઇક પર આવેલાં શખ્સોએ તેનો ટેમ્પો અટકાવ્યો હતો. તેમણે ડ્રાઇવર તેમજ ક્લિનરને માર મારી તેમનો ટેમ્પો લૂંટી ગયાં હતાં. બનાવ સંદર્ભે અામલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે લૂંટારૂઓના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂ ટોળકીના સગડ મેળવી લેતાં તે પૈકીના ત્રણ સાગરીતો સુરેશ ફુલસીંગ વસાવા ( રહે. ગામકૂવા, નાંદોદ), મનિષ જગદિશ વસાવા ( રહે. પથ્થરિયા,વાલિયા) તેમજ શરદ ભરત રાઠોડ ( રહે. ચોપાલા, નંદુરબાર)ને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટ કરાયેલો ટેમ્પો પણ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલાં ત્રણેય આરોપીઓના રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની વારદાતનો ભેદ ઉકેલ્યો

ટ્રેક્ટર અને બાઇક પર આવેલાં શખ્સોએ ટ્રક લૂંટી હતી

ધારીખેડા પાસે ટેમ્પોની લૂંટ કરનાર ટોળકીના 3 સાગરિતોને આમલેથા પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...