• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Valia
  • ઝઘડિયાની રેવા રેસીડેન્સીમાં તસ્કરોને માત્ર 4 હજાર મળ્યા

ઝઘડિયાની રેવા રેસીડેન્સીમાં તસ્કરોને માત્ર 4 હજાર મળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાખાતે રહેતા મુળ આહવા ડાંગના વતની અને એનજીઓમાં ફરજ બજાવતા સંજીવ તુકારામ ગાયકવાડ ઝઘડિયાની વાલીયા ચોકડી નજીક આવેલ રેવા રેસડેન્સી સોસાયટીના મકાનનં.105 માં રહે છે. તેઓ તેમના કામ અર્થે તેમની પત્ની સાથે બહારગામ ગયા હતા. બંઘ મકાન જોઇ ગત રાત્રીએ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ્યા હતાં.

રૂમમાં રાખેલ તિજોરી ખોલી તેમણે બધો સામાન રફેં દફે કરી નાખ્યો હતો અને તસ્કરો મકાનમાં રાખેલ ત્રણ મોબાઇલ તથા ત્રણથી ચાર હજાર રૂપિયાની રકમ લઇ પલાયન થઇ ગયા હતા. સવારે પરિવારે ઘરે આવતા દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં જોઇ ચોરી થયાનું જણાવ્યું હતું જે બાબતની ફરીયાદ તેમણે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે. ચોરીના બનાવ બાદ લોકોએ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

ઝઘડિયામાં ગતરાત્રીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં. મુકેશશાહ

પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા તસ્કરો

પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ ખેલ પાડ્યો

અન્ય સમાચારો પણ છે...