• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Valia
  • વાલીયા તાલુકા પં.માં અવિશ્વાસની દરખાસ્ત પહેલાં પ્રમુખનું રાજીનામુ

વાલીયા તાલુકા પં.માં અવિશ્વાસની દરખાસ્ત પહેલાં પ્રમુખનું રાજીનામુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાતાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઇ ઇશ્વરભાઇ વસાવા વિરુદ્ધ તેમના પક્ષ જેડીયુના 9 જેટલા સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત અંગે બેઠક મળે તે પહેલાં પ્રમુખે ડીડીઓને રાજીનામું મોકલી આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જેડીયુના 9 જેટલા સભ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરી છે.

અવિશ્વાસની દરખાસ્ત અંગે તાલુકા પંચાયતની સભા મળે તે પહેલાં પ્રમુખે રાજીનામું આપી દેતાં રાજકારણ ગરમાયું છે. સંદર્ભમાં ડીડીઓ ક્ષિપ્રા અગ્રેનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ વસાવાનું રાજીનામું મળેલ છે.સામાન્ય સભાને અધિકાર હોવાથી તેમાં લઈ આગલો નિર્ણય લેવામાં આવશે. રાજીનામાં બાબતે વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાનો સંપર્ક કરતાં થયેલ નથી જેથી તેમની પ્રતિક્રિયા જાણવા મળેલ નથી.

રાજીનામાનો પત્ર ડીડીઓને મોકલી આપ્યો

શાસક જેડીયુના 9 સભ્યોએ દરખાસ્ત મુકી છે

અન્ય સમાચારો પણ છે...