તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાતરડી ગામમાં કોન્સ્ટેબલને માર મારતા ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગળતેશ્વરતાલુકાના દાતરડી ગામના વતની અને અમદાવાદ રેલવેમાં પોલીસ કોન્સ્ટેબલ સોમવારે કામઅર્થે વતનમાં આવ્યા હતા. સમયે અંગત અદાવત રાખીને ગામના બે ઈસમોએ પોલીસ કોન્સ્ટેબલને માથામાં ધારિયું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ રેલવે પોલીસના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ િકશોરભાઈ ભોઈ કામઅર્થે વતન દાતરડી ગામે સોમવારે આવ્યા હતા. સમયે અંગત અદાવત રાખીને ગામના જતીનભાઈ ફતાભાઈ ભોઈ અને શૈલેષભાઈ ફતાભાઈ ભોઈએ પ્રદીપભાઈ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ શૈલેષભાઈએ ઉશ્કેરાઈ જઈને પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈને ધારિયું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રદીપભાઈને સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ સંદર્ભે પ્રદીપભાઈની ફરિયાદના આધારે સેવાલિયા પોલીસે જતીન અને શૈલેષ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો