• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Valia
  • વાલિયાના વિઠ્ઠલગામે લીમડાનું વૃક્ષ પડતાં ઇકો કારનો ખુરદો

વાલિયાના વિઠ્ઠલગામે લીમડાનું વૃક્ષ પડતાં ઇકો કારનો ખુરદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા તાલુકામાં આવેલાં વિઠ્ઠલ ગામે રહેતાં અને કરિયાણાની દુકાન ધરાવતાં એક વેપારીની લીમડાના વૃક્ષ નીચે પાર્ક કરેલી ઇકો કાર પણ લીમડાનું વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે કારને ભારે નુકશાન થયું હતું. જોકે ઘટના રાત્રીના સમયે બની હોઇ ઘટનામાં કોઇને જાનહાની થઇ ન હતી.

...અનુસંધાન પાના નં.2

વાલિયા તાલુકાના વિઠ્ઠલગામના કરીયાણાની દુકાન ચલાવતા રાજુભાઈ ગણેશમલ ખત્રીએ ત્રણ મહિના પહેલા મારુતિ કંપનીની ઈકોકાર નવીનક્કોર લીધી હતી. આ કાર તેઓ રોજ ઘરની સામે આવેલ આસરે 100 વર્ષથી અડીખમ ઉભેલા લીમડાના વૃક્ષ નીચે મૂકી રાખતા હતા. દરમિયાન વૃક્ષ થડમાં કોહવાટ લાગી જતાં ભારે વરસાદમાં વૃક્ષ ધરાશાયી થઇ તેમની કાર પર જ પડતાં તેમની કારનો ખુરદો બોલી ગયો હતો. જોકે ઘટના રાત્રીના સમયે બની હોઇ કારમાં કોઇ ન હોવાને કારણે કોઇને જાનહાની થઇ ન હતી.

વાલિયાના વિઠ્ઠલગામ ખાતે ઇકો કાર પર લીમડાનું વૃક્ષ ધરાશાયી થઇ જતાં કારનો ખુરદો બોલી ગયો હતો. તસવીર - અતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...