તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીયા હાઉસિંગ કોલોનીમાંથી 45,000 રૂપિયાની ઘરફોડ ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયાપોલીસ સ્ટેશનની પાછળ આવેલ ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહેતા રાજપૂત પરિવારના સભ્યો સુરત ખાતે તેમના બીમાર દાદીની ખબર પૂછવા જતાં બંધ ઘરમાં રાત્રિના કોઈ તસ્કરો રોકડા અને ચાંદીના દાગીના મળી કુલ 44900 રૂપિયાની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

વાલીયા ટાઉનમાં આવેલ હાઉસિંગ સોસાયટીમાં રહેતા મેઘનાબેન દેવધરા તેના પરિવાર સાથે તા.23મીના રોજ સુરત અડાજણ ખાતે રહેતા તેમના દાદીની તબિયત લથડતા ખબર અંતર પૂછવા સહ પરિવાર ઘરબંધ કરીને ગયા હતા.જેઓ આજરોજ વહેલી સવારે આવતા ઘર ખોલી અંદર જતાં રસોડાની ગ્રીલ અને પાછળનો દરવાજો તોડેલો હતો.આ જોય ધ્રાસકો પડતાં ઘરના અંદરના રૂમમાં મુકેલ તિજોરી પણ તોડેલ હતી.જેમાં તસ્કરોએ ફંફોળી અંદર મૂકેલા 40000 હજાર રોકડા અને 7 જોડી ચાંદીના સાકળા કિંમત 4,900 રૂપિયા મળી કુલ 44900 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા.બનાવની ફરિયાદ થતાં વાલિયા પીએસઆઇએ તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.હાલ પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવા તજવીજ આદરી છે.

પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી

પરિવાર સુરત ખાતે બિમારી દાદીના ખબર કાઢવા ગયાં હતાં

વાલીયા હાઉસિંગ બોર્ડના બંધ મકાનમાંથી 45 હજાર રૂપિયાની ચોરી થઇ હતી. તસવીર-અતુલપટેલ

અન્ય સમાચારો પણ છે...