તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Valia
  • વાલીયામાં ~15 લાખના ખર્ચે બનેલાં રસ્તામાં ભ્રષ્ટાચારનો આરોપ કરાયો

વાલીયામાં ~15 લાખના ખર્ચે બનેલાં રસ્તામાં ભ્રષ્ટાચારનો આરોપ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયામાંબજાર વિસ્તારમાં બનાવવામાં આવેલાં આરસીસીના રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રહિશો તથા વેપારીઓએ કર્યો છે. રસ્તો બનાવવાની કામગીરીની તપાસ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સ્થાનિક રહિશો અને વેપારીઓએ આપેલાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર ગ્રામ પંચાયતે વાલીયાના બજારમાં 20 વર્ષ બાદ સરકારની ગ્રાંટમાંથી 15 લાખ રૂપિયાના ખર્ચે નવો આરસીસીનો રસ્તો બનાવવામાં આવ્યો છે.રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતાં માત્ર એક મહિનામાં રસ્તો ખોદાઇ ગયો છે. રસ્તામાંથી વારંવાર સિમેન્ટ અને ધુળ ઉડતી હોવાને કારણે આસપાસ રહેતાં લોકો પરેશાન થઇ ગયાં છે.

ઓગષ્ટ મહિનામાં બાબતે ડીડીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આરસીસીનો રસ્તો બનાવવામાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે તથા રસ્તાની આજુબાજુ બ્લોક બેસાડવામાં આવે પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ બાબતને ધ્યાને લીધી નથી. રસ્તાની આજુબાજુ પેવર બ્લોક માટે વેપારીઓ પાસેથી નાણા લેવામાં આવ્યાં છે પણ તેને ગ્રામ પંચાયતમાં પણ ખર્ચ પાડવામાં આવ્યો છે. રસ્તાની ગુણવત્તા તથા પેવર બ્લોકના નાણા અંગે તપાસની માંગ કરી છે.

સિમેન્ટ તથા ધુળ ઉડતી હોવાથી ગ્રામજનો પરેશાન થયાં

વેપારીઓ તથા રહિશોએ મામલતદારને આવેદન આપ્યું

વાલીયા બજારમાં બનેલાં આરસીસીના રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઇ રહયાં છે. તસવીર-અતુલપટેલ

અન્ય સમાચારો પણ છે...