• Gujarati News
  • વલસાડમાં ફેકટરીની ટાંકીમાં પડી જતા 3 વર્ષીય બાળકનું મોત

વલસાડમાં ફેકટરીની ટાંકીમાં પડી જતા 3 વર્ષીય બાળકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાઅબ્રામા વાલિયા ફળિયા ખાતે રહેતું મજૂર દંપતિ દિનેશ પવાર ઉમા પ્લાસ્ટીક ફેકટરીમાં બપોરે રાબેતા મુજબ મજૂરી કામ કરવા માટે આવ્યું હતું. ત્યારે તેઓ પોતાની સાથે બે સંતાન ઉ.વ.5 અને ઉ.વ.3 ને સાથે લઈ ગયા હતા. બંને પતિ-પત્ની મજૂરી કામ માટે ફેકટરીમાં ગયા હતા ત્યારે બંને બાળકો ફેકટરીના કંપાઉન્ડમાં રમી રહ્યા હતા.

20 મિનીટ બાદ મોટો પુત્ર 5 વર્ષીય એકલો માતા પિતા પાસે આવ્યો હતો. ત્યારે નાનો પુત્ર મેહુલ (ઉ.વ.3) નજરે ચઢયો હતો. જેથી શોધખોળ કરતા પાંચ મિનીટ બાદ મેહુલ ફેકટરીના કંપાઉન્ડમાં આવેલી પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને નજીકમાં આવેલી સાફી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાે હતાે. જયાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

ફૂલ જેવા માસૂમ પુત્રના મોતને પગલે માતા પિતાના હૈયાફાટ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. બનાવ અંગે ફેકટરીના સંચાલક મુકેશ વલ્લભભાઈ પરીખ (રહે. વાલિયા ફળિયા, અબ્રામા)એ સીટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત મુજબ બનાવની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ પી.આર.ગજેરા કરી રહ્યા છે.

વલસાડ

ફેકટરીમાં ટાંકી અંગે તપાસ બાકી: PSI

ઘટનાનાતપાસ અધિકારી પીએસઆઈ પી.આર.ગજેરાએ જણાવ્યંુ કે, 3 વર્ષીય બાળકનું મોત થયા બાદ તેનું કારણ જાણવા માટે પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું જણાયું હતું. ઘટનામાં ફેકટરીમાં ટાંકીની તપાસ કરવાની બાકી છે. બાળકનો મૃતદેહ માતા પિતાને સોંપતા તેઓ દફનવિધિ માટે તેમના વતન વ્યારા જવા માટે નીકળ્યા છે.