તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરગામા ગામે વીજ ચેકિંગ કરતી ટીમ સાથે ઝપાઝપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે મંગળવારે વહેલી સવારે વાગરા તાલુકાનાં અરગામા ગામે દરોડા પાડયા હતા. ચેકિંગ દરમિયાન સૈયદ ફળિયામાં નઇમ સૈયદના ઘરનાં વીજ જોડાણની તપાસ ચાલી રહી હતી. જે સમયે નઇમ સાથે અન્ય 4 જેટલા શખ્સોએ વીજ કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી પર ઉતરી આવ્યાં હતા. ચેકિંગ માટે આવેલા વીજ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા મામલો બીચકતા અન્ય ગ્રામજનો પણ ભેગા થઇ ગયા હતા. મામલો ગરમાઇ જતા બનાવનાં પગલે ચેકિંગ ટીમે તાત્કાલિક વીજ જોડાણોની તપાસ પડતી મૂકી દીધી હતી. નાયબ ઇજનેર વિજયચંદ્ર માલાએ વાગરા પોલીસ મથકે સરકારી કામગીરીમાં અડચણ સાથે સરકારી કર્મચારીને અપશબ્દો બોલી ઝપાઝપી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. વાગરા પોલીસે 4 થી 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પોસઇ હાથ ધરી છેે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વાગરા તાલુકાનાં ગામોમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમોનો વિરોધ કરાયો હતો.

સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...