વાગરાના કડોદરામાં દારૂનું દુષણ રોકવા મહિલાઓની SPની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાના કડોદરા ગામમાં સરપંચ બુટલેગરોને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ એસપીને રજૂઆત કરી છે.

ગામના મંજુલાબેન રાઠોડ, કમલાબેન નટવરભાઇ, ગીતાબેન, સંગિતાબેન સહિતની મહિલાઓની રજૂઅાત મુજબ તેમના ગામમાં રહતા ભરત વસાવા, લખીબેન વસાવા, મીનાબેન નટવરભાઇ જેઓ ઘણા વર્ષોથી દારૂ વેચવાની પ્રવુતી કરે છે દારૂ પી ને આવતા લોકો બીભત્સ ગાળો બોલી મહિલાઓને અપમાન કરતાં હોય છે અને ખોટી ધમકીઓ આપે છે. આ ત્રણેય જણા દારૂ વેચવાની પ્રવુતી કરતાં હોય અને ગામમાં તેમજ સમાજમાં અસર પડતી હોવાથી તેમને તડીપાર કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં ગામના સરપંચ પણ દારૂ ગાળવા વાળાઓ ને પ્રોત્સાહન આપે છે.

ગામમાં દારૂની બદી રોકવાની માંગ સાથે મહિલાઓએ દહેજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો તેમ છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહિ કરતાં આખરે એસપીને રજૂઆત કરવામાં આવી છે.

મારા પરના આક્ષેપો સદંતર ખોટા છે
કડોદરાની કેટલીક મહિલાઓએ હું દારૂના અડ્ડાવાળાને પ્રોત્સાહન આપતો હોવાના આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો સદંતર ખોટા અને પાયા વિહોણા છે. અરવિંદભાઇ છત્રસંગ , સરપંચ, કડોદરા

અન્ય સમાચારો પણ છે...