વાગરામાં ગટરલાઇનના ખોદકામ વેળા માટી ધસી પડતા મજૂર દબાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરામાંગટર લાઇનની કમાગીરી વેળા એક મજૂર માટીના ઢગ નીચે દબાઇ ગયો હતો .જેને સહી સલામત બહાર કાઢી દવાખાનાં સારવાર માટે ખસેડાયો હતો.હાલમાં વાગરામાં ગટર લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે.

દરમિયાનમાં મંગળવારના રોજ સાંજના 4.30 વાગે બરોડા બેંકના સામે છેડે ગટર લાઈનની જેસીબી મશીનથી કામગીરી ચાલી રહી હતી. જેમાં કામ કરી રહેલા નાનસિંહ નટુભાઈ દેવકા ઉ.વ.21 મુળ રહે. મધ્યપ્રદેશનાની પર માટી ધસી પડતા 10 ફુટ અંદર દબાઈ જતા મજૂરોમાં બુમાબુમ થઈ જતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાવની પોલીસને જાણ થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી ટોળાને દૂર કર્યા હતા.108ને તાત્કાલિક બોલાવી લેતા 108 પણ સ્થળ પર તબીબની ટીમ સાથે આવી પહોંચી હતી. બાજુ 2 જેટલા જેસીબી મશીનો ગોઠવી દઈ દબાઈ ગયેલા મજૂરને માટીના ઢગલામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઢગલાઓ ખસેડાવાની શરૂઆત કરી દેવામાં આવતા ટ્રાફિક અટકી જતા રોડ પર વાહનોની લાઈનો લાગી ગઈ હતી. જો કે બાબતે વાગરા ગ્રામ પંચાયતના સરપંચ કાસમબાવા રાજ તેમજ ડેપ્યુટી સરપંચ સીંધાભાઈ તેમજ લોકો પણ જાતે માટીની અંદર દબાઈ ગયેલા મજૂરને બહાર કાઢવા કામે લાગી જતા અડધો કલાકે તેનું મોં દેખાયું હતું. 108ની ટીમે ખાડામાં ઉતરી ઓક્સિજનનો બોટલ શરૂ કરી દેવામાં આવતા આખરે મોતના મુખમાંથી જીવતો બહાર કાઢવામાં સફળતા મળી હતી. મજૂરને સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો.

માટી નીચે દબાઇ ગયેલા મજૂરને બહાર કાઢવાની કામગીરી કરતા લોકો./તસવીર સલીમપટેલ

અન્ય સમાચારો પણ છે...