નારગોલના કાર્યકરની યોગ શિક્ષણ ફરજિયાત કરવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી |ઉમરગામ નારગોલના સામાજિક કાર્યકર મહેશ પટેલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાતની શાળા કોલેજોમાં યોગશિક્ષણ ફરજીયાત કરવા લેખિતમાં રજૂઅાત કરી છે. વિશ્વમાં 21મી જૂનને વિશ્વ યોગા દિવસ તરીકે ઉજ‌વણી કરાય છે. જો ગુજરાતની શાળા કોલેજોમાં યોગ વિષયને દાખલ કરાય તો વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાશે. ગુજરાતમાં જો યોગ વિષયની શરૂઆત કરાશે તો ભારતના વિવિધ રાજયો પણ ગુજરાતની પ્રેરણા લઇ શાળા કોલેજોમાં યોગ વિષયને ફરજિયાત બનાવવાની પ્રેરણા મળશે.

અન્ય સમાચારો પણ છે...