તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Umbergaon
  • માણેકપુર સ્કૂલના કોમ્પ્યુટર સેન્ટરનું હસ્તે લોકાર્પણ કરાશે

માણેકપુર સ્કૂલના કોમ્પ્યુટર સેન્ટરનું હસ્તે લોકાર્પણ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ| ઉમરગામ તાલુકાના માણેકપુર ખાતે આદિવાસી શક્તિ મંડળ સંચાલિત વિવેકાનંદ હાઈસ્કૂલમાં 24 ઓગષ્ટને શુક્રવાર ના રોજ સાંજે 3 કલાકે મંત્રી પરબતભાઇ પટેલ ના હસ્તે કોમ્પ્યુટર સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવશે.અને સ્કૂલ માં અંગ્રેજી માધ્યમ ની કે.જી,નર્સરી નું વિસ્તરણ કરાશે.જે પ્રસંગે સાંજે 6 કલાકે ઘોડિપાડા સાંસ્કૃતિક હોલ માં લોકડાયરાનું આયોજન કર્યું છે. સ્વામીવિવેકાનંદ સ્કૂલમાં કોમ્પ્યુટર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે અતિથિ તરીકે સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યો કનુભાઈ દેસાઈ, અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, જિ.પં. પ્રમુખ મણિલાલ પટેલ, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, સંગઠન પ્રમુખ કનુભાઈ સોનપાલ,તાલુકા સંગઠન ટીમ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, હોદ્દેદારો, ઉદ્યોગપતિઓને આદિવાસી શક્તિ મંડળના પ્રમુખ મંત્રી રમણલાલ પાટકરે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...