તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UIA દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ | ઉમરગામ ઇન્ડસટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વતંત્ર પર્વ નિમિત્તે માર્ગ અને મકાન વિભાગ તથા સામાજિક વન વિભાગના સયુક્ત ઉપક્રમે ઉમરગામ સ્ટેશન ફોરલેન માર્ગની બાજુમાં વૃક્ષોનું રોપણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી રહી હતી. જેમાં યુઆઇએના પ્રમુખ વિજન શ્યામ ઉર્ફે પપ્પુભાઈ, સેક્રેટરી તાહિર વોરા, અગ્રણી ઉદ્યોગપતિ ઇશ્વરભાઇ બારી, સભ્ય બ્રિજગોપાલ લઢા સહિત અનેક યુઆઇએના હોદ્દેદારો તેમજ માર્ગ અને મકાન વિભાગ તથા સામાજિક વન વિભાગના અધિકારી અને સ્ટાફની ઉપસ્થિત જોવા મળી હતી. વૃક્ષા રોપણ સાથે છોડોની જાળવણી માટે ટ્રીગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગપતિઓ તથા ઉમરગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...