તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલેશિયામાં બંધક ઉમરગામના 4 યુવકો આજે વતન પરત થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામના 4 યુવકો મલેશિયામાં નોકરીની લાલચમાં ચંદીગઢના એક એજેન્ટના ચક્કરમાં ફસી ગયા હતા. ચારે યુવકો પાસે 3 લાખ લીધા બાદ જયપુર એરપોર્ટથી વિમાન મારફતે મલેશિયા મોકલ્યા પણ હતા. જોકે મોલમાં નોકરી આપવાનું જણાવી મોકલવા છતાં તેમને 13 કલાક અન્ય કામ સોંપવામાં આવતા યુવકોએ કામ કરવાનું ટાળ્યું હતું. મલેશિયા ખાતે પાકિસ્થાની એજેન્ટે ચારે યુવકોને જમવાનું આપવાનું બંધ કરી એક ઓરડીમાં બંધક બનાવ્યા હતા. પંજાબના એજેન્ટના મારફતે 50,000ની માંગણી કર્યા બાદ યુવકોને આઝાદ કર્યા હતા. ભારતથી સ્વજનો અને મિત્રો દ્વારા એર ટિકિટની વ્યવસ્થા કર્યા બાદ ગત રોજ તેઓ દિલ્હી ઉતર્યા હતા. તેમને દિલ્હી લેવા માટે દહાણનુંના સમાજ સેવક અનિલ શાહ અને અન્ય ત્રણ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...