Home » Daxin Gujarat » Valsad District » Umbergaon » Umbergaon - સમાજના ચિત્રકારો, મૂર્તિકારો, કલાકારો, ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

સમાજના ચિત્રકારો, મૂર્તિકારો, કલાકારો, ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

Umbergaon News - ભક્તિ નારગોલ ભંડારી સમાજે ગણેશ ઉત્સવમાં પ્રદર્શની યોજી

  • Umbergaon - સમાજના ચિત્રકારો, મૂર્તિકારો, કલાકારો, ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
    ઉમરગામના નારગોલ ગામ સ્થિત ભંડારી સમાજ દ્વારા ઉમિયાબેન ગજાનન પટેલ પરિવાર સાંસ્કૃતિક ભવન- જગદંબાધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી થઇ હતી. સામાન્ય રીતે કલા પ્રદર્શન, ખેતીવાડી પ્રદર્શન જેવા પ્રદર્શન સરકાર અથવા મોટી સંસ્થાઓ કરતી હોય છે. ત્યારે ભંડારી સમાજ દ્વારા સમાજના યુવાનોમાં નવી ક્રાંતિ લાવવા તેમજ ખેતી તથા કળા ક્ષેત્રે રૂચિ કેળવાય તેવા અભિગમ સાથે ગણેશ ઉત્સવ નિમિત્તે કલાપ્રદર્શન, બિઝનેસ કૉન્ટૅક્ટ પ્રોગ્રામ, કૃષિ પ્રદર્શન, બહેનો માટે રંગોળી સ્પર્ધા, આનંદ મેળો, ભજન કિર્તન જેવા અનોખા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

    કલારત્ન એવોર્ડ વિજેતા જીવણ ભંડારી, લાકડામાં કોતરકામ કરી કૃતિ બનાવનાર જયપ્રકાશ ભંડારી, રાજેશ ભંડારી, દરિયાના પત્થર તેમજ સિલ્પમાંથી ઇકો ફ્રેન્ડલી કૃતિસ્ બનાવનાર દેજેતાબેન ભંડારી, એલોવીરા પ્રોડક્ટ બનાવતા નટુભાઇ ભંડારી (દેહરી), ગૌમૂત્રથી જીવાઅમ્રુત બનાવનાર તેમજ પ્રગતિશીલ ખેડૂત ઈશ્વર પટેલ, પ્રકાશ પટેલ, મશરૂમની ઔષધિ વેચનાર કૌશિક પટેલ, ભરત કડુ, મિલીન ભંડારી જેવા વ્યક્તિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગણેશજીના મુખ્ય યજમાન રસિક પટેલ નિતાબેન પટેલ દ્વારા ગામ ગૌર દક્ષેશ જોષીના સાનિધ્યમાં ગણેશજીની સ્થાપના કરી હતી. ભંડારી સમાજના પ્રેરણાસ્ત્રોત કાંતિભાઈ ભંડારી, નટુભાઇ પટેલ, જગદીશભાઈ કેણીના વરદહસ્તે પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું. મુંબઈ, વાપી, દમણ, ઉમરગામના અનેક મહાનુભવો તેમજ સેકડો સ્થાનિક લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું. ભાગ લેનાર સમાજ બાંધવોને ભંડારી સમાજ દ્વારા ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રદર્શનમાં જીવણભાઈ ભંડારી દ્વારા બનાવેલા પેન્સિલ આર્ટ, પ્રકાશભાઈ દ્વારા બનાવેલા સીદી સૈયદની જાળી, દિજિતાબેન દ્વારા બનાવેલ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

    કાર્યક્રમ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાના જાણીતા કથક નૃત્યકાર વસુમતી બદ્રીનાથને ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે ભંડારી સમાજ નારગોલના મહામંત્રી કિશોરભાઇએ આભાર માની વાજતે ગાજતે શ્રી ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ